૬૧ બોગસ પેઢી રૂા.૨૭૬૮ કરોડનાં બિલ ઈસ્યુ કરી રૂા.૮૩ કરોડ ચાઉં કરી ગઈ!!!

  • February 10, 2023 08:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્ટેટ જીએસટી અને એટીએસનાં સંયુકત ઓપરેશનમાં થયેલો પર્દાફાશ: રાયની ૧૧૨ પેઢીઓની ચકાસણીમાંથી ૬૧ પેઢીનું કૌભાંડ સામે આવ્યું: કડક કાર્યવાહી કરવા આદેશ




બોગસ બિલિંગની પ્રવૃતિને ડામવા ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ અને ગુજરાત એટીએસએ સંયુકત ઓપરેશન હાથ ધયુ હતું. સુરત ખાતેની ૭૫ શંકાસ્પદ પેઢીઓના ૧૧૨ સ્થળોએ ચકાસણીની કાર્યવાહી કરતા ૬૧ પેઢીઓ બોગસ મળી આવી હતી ૬૧ પેઢીઓ થકી રૂા.૨૭૬૮.૩૧ કરોડના બિલો ઈશ્યુ કરી રૂા.૮૩.૭૩ કરોડની વેરાશાખા ચાઉં કરી હોવાનું ખુલ્યું હતું.





ગુજરાત સ્યેટ જીએસટી વિભાગ દ્રારા બોગસ બિલિંગને ડામવા માટે સીસ્ટમ દ્રારા ડેટા એનાલીસીસ કરવામાં આવે છે જે પરત્વે બોગસ બિલિંગકરચોરીને લગતી લીડ જનરેટ થતી હોય છે. આવી લીડને આધારે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ અને ગુજરાત  એટીએસ દ્રારા બોગસ બિલીંગનો ખાત્મો કરવા માટે રાયભરમાં તા.૭થી ૮ના રોજ સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવેલ. જેના ભાગરૂપે સુરતના ચૌટ્ટા બજાર, મહિધરપુરા, સલાબતપુરા તથા નાનપુરા ખાતે નોંધાયેલ ૭૫ પેઢીઓની ચકાસણી કરવામાં આવેલ સદર પેઢીઓ સાથે સંકળાયેલ રાયભરના ૧૧૨ સથળોએ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સુરત ખાતે કરવામાં આવેલ કાર્યવાહીમાં ૬૧ પેઢીઓ બોગસ મળી આવેલ અને ૧૪ પેઢીઓમાં ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે. આ પેઢીઓના રજિસ્ટ્રેશનમાં દર્શાવેલ બેન્ક ખાતાઓ પૈકી ૪૮ ખાતાઓ અસ્તિત્વ ધરાવતા નથી. શંકાસ્પદ પેઢીઓના મળી આવેલ ૧૦ બેન્ક ખાતાઓ ઉપર ટાંચ મુકવામાં આવેલ છે અને આ પેઢીઓના ક્રેડિટ લેઝરમાં રહેલ રૂા.૪.૩૮ કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવેલ છે.





બોગસ મળી આવેલ પેઢીઓમાં સઘન ચકાસી કરતાં આવી પેઢીઓના પડદા પાછળના ઈસમોની વિગતો ધ્યાને આવેલ છે. આવા ઈસમોને ન્યસ્ત કરવા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.



આ બોગસ પેઢીઓ મારફતે રૂા.૨૭૬૮.૩૧ કરોડના બિલો ઈસ્યુ કરી રૂા.૮૩.૭૩ કરોડની રકમની વેરાશાખ બેનિફિશયરી વેપારીઓને તબદિલ કરવામાં આવેલ છે અને સરકારી આવકને મોટું નુકસાન પહોંચાડેલ છે. આવી બોગસ પેઢીઓની મદદથી છેતરપિંડી આચરી ખોટી વેરાશાખ મેલવનાર એટલે કે તેનો લાભ લેનાર બેનિફિશયરી પાસેથી વેરો, વ્યાજ તથા દડં સાથે વસુલાત થવા ઘટતી કાર્યવાહી વિભાગે હાથ ધરેલ છે.


આ પેઢીમાં ઓસ્ટન સેલ્સ, મોર્ડન એન્ટરપ્રાઈઝ, મલ્ટી ટ્રેડર્સ, મહાલમી એન્ટરપ્રાઈઝ, સહારા એન્ટરપ્રાઈઝ, સીડોન સ્ટીલ, દેવજી એન્ટરપ્રાઈઝ, નવીન, હોનેસ્ટ એન્ટરપ્રાઈઝ, ગોલ્ડન સેલ્સ સહિત ૬૧ પેઢીઓનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application