TAT સેકન્ડરીના જાહેર થયેલ પરિણામમાં 60566 ઉમેદવારો પાસ, આપી શકશે આ દિવસે યોજાનારી મુખ્ય પરીક્ષા

  • June 14, 2023 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટાટમાં પ્રિલીમ પરીક્ષા 1.45 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાંથી 41.73% એટલે કે 60566 ઉમેદવારો ટાટની મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષા આગામી તા.18 જુનના રોજ લેવાશે.જેના માટે કેન્દ્રોના શહેરો પણ જણાવી દેવામાં આવ્યા છે.જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.


આ પરીક્ષાના પ્રશ્ન પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તે નિયત પત્રકમાં તા.૦૫/૦૬/૨૦૧૩ થી તા.૦૩/૦૬/૨૦૨૩ સુધી તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારો સાથે અત્રેની કચેરીના પોર્ટલ https://telow.com/tat/ પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.


ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મુકવામાં આવેલ હતાં. તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજુઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કચેરીની વેબસાઈટ www.sebexam.org  પર મુકવામાં આવેલ હતી.




35 % એટલે કે 70 ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર તા.18 જુનના રોજ યોજાનાર મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે યોજાશે.


રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર અત્રેની કચેરીની વેબસાઈટ www.sebean.org પરથી તા.14થી સાંજે 5 કલાક થી તા.18 સુધી સવારે 9 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application