મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે માથાકૂટ કરી વિડીયો બનાવી વિડીયો ડીલીટ કરવા માટે રૂપિયા 50 હજારની માંગણી કરનાર ત્રણ પત્રકારબંધુઓને પોલીસ ઝડપી લીધા છે અને પૂછપરછમાં ચોકાવનારા ખુલાસા થવા પામ્યા છે પત્રકારો મીડિયા કાર્ડ વેચવાનો ધંધો કરતા હોય અને 600 જેટલા કાર્ડ વેચ્યા હોવાનું સામે આવ્યું છેબી ડીવીઝન પોલીસ મથકમાં ત્રાજપર ચોકડી ખાતે આવેલપંપ ખાતે ફરિયાદી કૃષિતભાઈ સુવાગીયાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી જયદેવ બુદ્ધભટ્ટી ડીજીટલ પેમેન્ટ સ્વીકારવા બાબતે બોલાચાલી કરી તેમજ મયુર બુદ્ધભટ્ટી અને રાધેશ બુદ્ધભટ્ટી અગાઉ મીડિયા ગ્રુપ્ના આઈ કાર્ડ રીન્યુ કરવાના બહાને રૂ. 3000 મેળવી લીધેલ હોય અને આરોપી જયદેવે પોલીસમાં કરેલ અરજી અને મોબાઈલમાં બનાવેલ વિડીયો ડીલીટ કરવા બાબતે ફરિયાદી અને તેના પિતા તેમજ પાર્ટનર પાસેથી રૂ. 50 હજારની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસે આરોપી રાધેશ કિશન બુદ્ધભટ્ટી, જયદેવ કિશન બુદ્ધભટ્ટી અને મયુર કિશન બુદ્ધભટ્ટી એમ ત્રણ પત્રકારબંધુઓને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાજે પત્રકારબંધુઓને ઝડપી લઈને પોલીસે સઘન પૂછપરછ ચલાવી હતી જેમાં ચોકાવનારા ખુલાસા થવા પામ્યા છે આરોપીએ પત્રકાર હોવાનો દાવો કરી પબ્લિકમાં પત્રકાર તરીકેના આઈ કાર્ડ વહેચી પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું છે વર્ષ 2013 થી અત્યાર સુધીમાં આશરે 600 જેટલા આઈ કાર્ડ આપેલ હોય જેમાં પોતે પત્રકાર ના હોવા છતાં આઈ કાર્ડ ધારક ટોલટેક્ષ બચાવવા અને વીવીઆઈપી સુવિધા મેળવવા તેમજ સર્કીટ હાઉસમાં સુવિધા મેળવવા માટે એક આઈ કાર્ડના રૂપિયા 3000 થી 8000 મેળવતા હોવાનું જણાય આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech