બિહારમાં 6 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર, નદીમાંથી મળી આવ્યો મૃતદેહ

  • September 03, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકતા ટ્રેઈની ડૉકટર રેપ મડર ઘટના પર દેશભરમાં તેનો વિરોધ જોવા મળ્યો છે. છતાં પણ નરાધમોને કોઈનો ડર નથી. રોજે-રોજે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના બિહારમાંથી સામે આવી છે. જેમાં 6 વર્ષની એક બાળકી બળાત્કારનો ભોગ બની છે.   


બિહારના ગયા જિલ્લામાં એક અપરાધ સામે આવ્યો છે. અમાસ શેરઘાટી બોર્ડર પર મોરહર નદીમાં ગઈકાલ રાત્રે આશરે 6 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. પરિવારનો આરોપ છે કે ગામના બે યુવકો રાત્રે 10 વાગ્યે બાળકીને ઉપાડી ગયા હતા.


ગયામાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર

ગયા જિલ્લાની અમાસ શેરઘાટી સરહદ પર મોરહર નદીમાં ગઈકાલે રાત્રે લગભગ 6 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા અમાસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળ પર પોહચી નદીમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. એક સંબંધીનો આરોપ છે કે, ગામના બે યુવકો રાત્રે 10 વાગ્યે બાળકીને ઉપાડી ગયા હતા. પોલીસે બંને આરોપી યુવકોની ધરપકડ કરી લીધી છે અને આગળની વધુ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application