વેરાવળ ઓનલાઇન ટીશર્ટ મગાવતા મોકલેલી લિંક ઓપન કરતા બેન્કમાંથી ૬.૮૮ લાખ ઉપડી ગયા

  • July 11, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના સમયમાં ભણેલા ગણેલા લોકોને અવનવી સ્કીમો તેમજ લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બની રહેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જ ઇન્ચાર્જ ડી.આઇ.જી.પી. મયંકસિહ ચાવડા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા સાયબર ફ્રોડના આવા બનાવો અંગે લોકોમાં જાગૃતતા લાવવી અને બનાવો બનતા અટકાવવા તેમજ ફ્રોડના બનાવો આચરનાર શખ્સો વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ઇશરાણી દ્વારા સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ કરવા સીધી દેખરેખ હેઠળ એક ટીમની રચના કરેલ જેમાં મહિલા હેડ.કોન્સ.પ્રજ્ઞાબેન ચાવડા, પો.કોન્સ. જીજ્ઞાસાબેન વાળા, પો.કોન્સ સંગીતાબેન રાજગોર સહીતના દ્વારા તપાસ હાથ ધરેલ જેમાં (૧) શિવમ મોહનભાઇ ચોરવાડી રહે.વેરાવળ વાળા એ તેમના મોબાઈલમા ઇન્સ્ટાગ્રામ આઇ-ડી પર આવેલ ઓનલાઇન શોપિંગની એક લિંક બતાવેલ જે ઓપન કરતા તેમાથી ત્રણ ટી-શર્ટ મંગાવેલ જે આપેલ તારીખે ના આવતા કસ્ટમર-કેર મા ફોન કરી તપાસ કરતા તમારા મોબાઇલ નંબર પર એક લિંક મોકલેલ જે ઓપન કરો જેથી તમારૂ હોલ્ડ થયેલ પાર્સલની માહીતી મળશે જેથી તે લિંક ઓપન કરતા તેઓના એકાઉન્ટમાંથી રૂા.૬,૮૮,૪૦૦ ડેબીટ થઇ ગયેલ હોય જે રિકવર કરવા સાયબર ક્રાઇમમાં અરજી કરેલ હતી. (૨) નરસિંહ વરજાંગભાઇ યાદવ રહે.વેરાવળ વાળા ના ખાતામાંથી હર મહિને વિમાનો હપ્તો કપાતો હોય જે આ મહિને હપ્તાની તારિખ આવ્યા પહેલા મેસેજ આવેલ કે તમારો આગળનો હપ્તો બાઉન્સ થયેલ છે જે ભરવા સારૂ આપેલ લિંક ઓપન કરો જેથી તે લિંક ઓપન કરેલ અને તેમા એકાઉન્ટની માહીતી સબમીટ કરેલ ત્યારબાદ થોડા સમયમા તેઓના એકાઉન્ટમાંથી રૂા.૨૬,૧૨૫ તેમની જાણ બહાર કપાય ગયેલ હતા. (૩) અજય  ડાયાભાઇ ગઢિયા રહે. વેરાવળ વાળા ના સ્નેપ ચેટમા એક ફ્રેંડ રિકવેસ્ટ આવેલ જેમા એક વ્યક્તિએ પોતાની સાથે ફ્રેંડ બનવા માટે ચેટમા વાત કરેલ બાદમા ફ્રેંડ બનતા પોતાની પાસે કોલેજની ફી ભરવા માટે પૈસા માંગેલ જે પોતાએ  રૂા.૪૫૨૭ આપેલ બાદમા આ પૈસા રિર્ટન આપેલ નહિ અને તેમના નંબર સામેવાળાએ બ્લોક કરી નાખેલ હોય તે બાબતેની અરજી મળેલ હતી. (૪) નિતીન કેશવભાઇ ભેસલા  રહે. વેરાવળ વાળા એ તેમના પરિવાર માટે દિલ્હી થી અમદાવાદ આવવા ફ્લાઇટ્ની ટીકીટ બૂક કરાવેલ હોય જે ફ્લાઇટ મીસ થતા તેઓએ ટીકીટના પૈસા રિફંડ મેળવવા સારૂ કસ્ટમર કેરમા ફોન કરેલ અને ત્યાથી જણાવેલ એક લિંક ઓપન કરી રીફંડની પ્રોસેસ કરતા તેઓના એકાઉન્ટમાથી રૂા.૩૦,૦૦૦ તેમની જાણ બહાર કપાય ગયેલ હતા. (૫) જય નિલેશભાઇ  સોલંકી  રહે.વેરાવળ વાળા ના મોબાઇલ પર રૂા.૧૦૦૦ ડેબીટ થયાનો ટેક્ષ મેસેજ આવેલ જેથી તેઓએ બેંકમા જઇ જાણતા કોઇ પૈસા ડેબીટ થયેલ ના હોય બાદમા ફરી રૂા.૮૩૦૦ ડેબીટ થયેલ અને પોતાનો ફોન હેક થયો હોય તેવી શંકા ગયેલ કે કોઇ મારા મોબાઇલ પર પ્રોસેસ કરે છે તે બાબતેની અરજી મળેલ હતી. (૬) અલ્તાફમિયા અનવરમિયા બુખારી રહે.વેરાવળ વાળા ના મોબાઇલ નંબર પર એક ટેક્ષ મેસેજ આવેલ અને તે એચ.ડી.એફ.સી. બેંકમાથી મેસેજ આવેલ હતો અને જણાવેલ કે તમારૂ એકાઉન્ટ બંધ થઇ જશે જેથી નીચે આપેલ લીંક પર તમારૂ પાનકાર્ડ અપડેટ કરાવો જેથી લીંક ઓપન કરેલ અને તેમા પોતાના એકાઉન્ટ આઇ-ડી તેમજ પાનકાર્ડની માહીતી અપડેટ કરેલ ત્યારે જ પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂા.૪૯,૯૯૯ ડેબીટ થયેલ હોવાનો મેસેજ આવેલ હતો. (૭) હામીદ વલીમભાઇ સોરઠીયા રહે.વેરાવળ વાળા ના શો-રૂમનુ સમાર કામ ચાલુ હોય અને તેમા ટાઇલ્સની જરૂર હોય જેથી અગાવ ટાઇલ્સ મંગાવેલ વ્યક્તિનો સંપર્ક કરી એક ટ્રક ટાઇલ્સની જરૂર હોવાથી સામેવાળાએ ઓર્ડર લીધેલ બાદમા એક દિવસ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવેલ કે તમારી ટાઇલ્સનો ટ્રક તૈયાર છે આવતી કાલે તમોને મળી જશે જેથી તમે અત્યારે પેમેન્ટ કરી આપો જેથી સામેવાળાએ આપેલ બેંક અકાઉનન્ટ નંબર પર પોતાએ રૂા.૫૫૦૦૦ નું પેમેન્ટ કરેલ પરંતુ બીજા દિવસે ટાઇલ્સ આવેલ નહી જેથી સામેવાળાને ફોન કરતા સામેવાળાએ જણાવેલ કે હજુ અમે કોઇ ટાઇલ્સ મોકલેલ નથી તેમજ પેમેન્ટ માટે અમે કોઇ ફોન કરેલ નથી જેથી તેઓનું જી.એસ.ટી બીલ વગેરે ચેક કરતા જાણવા મળેલ કે તે કોઇ ફ્રોડ કરનાર વ્યક્તિનો ફોન આવેલ હતો અને બેંક નંબર પણ તેઓનો હતો. જે રિકવર કરવા સારૂ સાયબર ક્રાઇમમાં અરજી કરેલ હતી 
​​​​​​​
વેરાવળના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી એ ઉપરોકત બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ સાયબર ફ્રોડના બનાવો અંગેની તપાસ કરતી ટીમને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી લાગુ પડતી એજન્સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્યવહાર કરી અરજદારો જે બેન્કમાં ખાતુ ધરાવે છે તે બેન્ક સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરતા અરજદાર નં.૨, ૩, ૪, ૫, ૬, ૭ ની પુરેપરી રકમ પરત અપાવેલ જયારે એક ના ડેબીટ કાર્ડ દ્વ્રારા કપાયેલ રકમ રૂા.૪,૮૮,૪૦૦ પરત થયેલ તેમજ સેવીંગ અકાઉન્ડમાંથી રૂા.૨,૦૦,૦૦૦ ડેબીટ થયેલ તેને બેન્કમા ફ્રીઝ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application