દેશભરમાં ડિજિટલ એરેસ્ટ કરી લાખો, કરોડો પડાવતી અનેક ટોળકીઓ સક્રિય છે. આ ટોળકીઓ દ્રારા અત્યાર સુધીમાં સંખ્યાબધં ગુનાઓ આચરવામાં આવ્યા છે.ત્યારે રાજકોટમાં અગાાઉ એક વ્યકિત ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા બાદ વધુ વ્યકિતને આ ટોળકીએ શિકાર બનાવ્યા છે.હસનવાડીમાં રહેતા બેંકના નિવૃત કર્મીએ ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવી લીધો હોવાનો બનાવ બન્યો છે.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરતા કમ્બોડીયન ગેંગની કૃત્ય હોવાનું સામે આવ્યું હતું.આ અંગે પોલીસે જુનાગઢથી બે, અમદાવાદથી એક અને બનાસકાંઠાથી ત્રણ એકાઉન્ટધારક મળી કુલ છને ઉઠાવી લઇ તપાસ આગળ ધપાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટનાં હસનવાડી શેરી નં.૨માં રહેતાં અને સુરત ખાતે પંજાબ નેશનલ બેન્કમાં નોકરી કરી હાલ નિવૃત જીવન વિતાવતાં મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા (ઉ.વ. ૭૩) એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બે મોબાઇલ નંબરના ધારક અને બે એકાઉન્ટ ધારકના નામ આપ્યા છે.જેના આધારે પોલીસે આઇટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૧૧–૭–૨૦૨૪ના રોજ પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ હિન્દીમાં વાત કરી કહ્યું કે હત્પં પોલીસ ઈન્સ્પેકટર બોલું છું, તમારા વિધ્ધ મુંબઈના તિલકનગર પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ થઈ છે, તમે અમારા વિનાયક સરને કોલ કરી માહિતી લઈ લેજો તેમ કહી એક મોબાઈલ નંબર આપ્યો હતો.
થોડી વાર બાદ તેમને વોટસએપ કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ હિન્દીમાં વાત કરી કહ્યું કે, તમારા આધાર કાર્ડ પર કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખુલ્યા છે, એકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ ર.પ કરોડ છે, તમે આ બેન્ક એકાઉન્ટ મોટા ફ્રોડમાં વાપરેલ છે, મની લોન્ડરીંગમાં ઉપયોગ થયો છે, તમાં અરેસ્ટ વોરન્ટ કાઢવામાં આવ્યું છે, નરેશ ગોયેલ નામના વ્યકિતએ કુલ ૨૪૭ વ્યકિતઓ સાથે ફ્રોડ કર્યેા છે, જેમાં તમે પણ સંડોવાયેલા છો.
ત્યાર પછી તે શખ્સે દર બે કલાકે તેમને વોટસએપ કોલ કરી રિપોર્ટ આપવાનું કહ્યું હતું. આ ઉપરાંત સવાર–બપોર–સાંજ ફોટો પાડી તેના વોટસએપમાં મોકલવાનું કહેતાં તે મુજબ કરવાનું શ કયુ હતું. એટલું જ નહીં તેમને એક મોબાઈલ નંબર પરથી વોટસએપમાં સેબીનો એન્ટી મની લોન્ડરીંગ બાબતેનો લેટર, ડાયરેકટર ઓફ એન્ફોર્સમેન્ટ, આરબીઆઈ, કેનેરા બેન્કનું તેમના નામવાળું એટીએમ કાર્ડ તથા કેનેરા બેન્કમાં તેમના ખાતાનું બેન્ક સ્ટેટમેન્ટ મોકલ્યું હતું.આ ઉપરાંત તેમની માલિકીની તમામ મિલ્કતો, તમામ બેન્ક એકાઉન્ટની માહિતી, મ્યુચ્યુઅલ ફંડમાં અને સ્ટોક માર્કેટમાં રોકાણની માહિતી માંગતા આપી દીધી હતી. આ પછી તેમને કોલ કરી કહ્યું કે તમારા પાસે રહેલા તમામ નાણાં મની લોન્ડરીંગના છે કે નહીં તે બાબતે ક્રોસ વેરીફિકેશન માટે નાણાં ટ્રાન્સ્ફર કરવા પડશે. બાદમાં ફરિયાદીએ તેમાં જણાવેલ બેન્ક એકાઉન્ટ પર તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ રીતે કુલ .પ૬ લાખ ટ્રાન્સ્ફર કર્યા હતા. તે વખતે તેમને કહ્યું કે તમારા નાણાં તમને ત્રણ દિવસ પછી ઓડિટ વેરીફિકેશન કરી પરત આપી દેવામાં આવશે. તેના ૬ દિવસ પછી કોઈ જવાબ નહીં મળતાં જે નંબર ઉપરથી કોલ આવતા હતા તેની ઉપર સંપર્ક કરતાં થયો ન હતો.
ત્યાર બાદ વૃધ્ધે મિત્ર અને પૌત્રને વાત કરતાં તેમણે ફ્રોડ થયાનું જણાવતાં સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે એસબીઆઈના જે બે ખાતામાં .પ૬ લાખ ટ્રાન્સફર થયા હતા તેના ધારકો ઉપરાંત જે નંબર ઉપરથી કોલ આવ્યા હતા તેના ધારકો સામે ગુના દાખલ કર્યા છે.
આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી.જાડેજા અને કે.એસ.દેસાઇ તથા સ્ટાફે તપાસ હાથ શ કરી હતી.જેમાં ચિટીંગમાં કમ્બોડીયન ગેંગનો હાથ હોવાની શકયતા છે. આ ગેંગ વિદેશથી ઓપરેટ કરે છે. નાણાં ગુજરાતના શખ્સોના બેન્ક એકાઉન્ટમાં જમાં થતાં ટીમો દ્રારા સુરત, જૂનાગઢ, બનાસકાંઠા અને અમદાવાદમાં તપાસ કરી હતી.જેમાં જુનાગઢથી બે, અમદાવાદથી એક અને બનાસકાંઠાથી ત્રણ એકાઉન્ટધારકને ઉઠાવી લઇ તપાસ આગળ ધપાવી છે
રૂપિયા ૫૦ લાખ ઓડિશા, ૬ લાખ મુંબઈ એકાઉન્ટમાં ગયા: છ લાખ પરત અપાવ્યા
હસનવાડીમાં રહેતા નિવૃત્ત બેન્ક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી પિયા ૫૬ લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. જે અંગે ફરિયાદ થયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શ કર્યેા છે.આ ૫૬ લાખની રકમમાંથી ૫૦ લાખની રકમ ઓડિશા ખાતેના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે. યારે છ લાખની રકમ મુંબઈ ખાતેના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. પોલીસે મુંબઈ ખાતેના બેન્ક એકાઉન્ટમાં જે ૬ લાખની રકમ ટ્રાન્સફર થઇ હતી તે એકાઉન્ટ ફ્રીઝ કરાવી આ રકમ ફરિયાદીને પરત અપાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech