સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજોમાં કાલથી ૫૪૯૧૬ વિધાર્થીઓની પરીક્ષા

  • December 16, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા આવતીકાલ તારીખ ૧૭ થી અનુસ્નાતક કક્ષાના જુદા જુદા ૨૨ અભ્યાસક્રમોમાં પરીક્ષાનો પ્રારભં થઈ રહ્યો છે. કુલ ૫૪,૯૧૬ વિધાર્થીઓ આવતીકાલથી શ થતી પરીક્ષામાં નોંધાયા છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આવતી કાલથી શ થતી આ પરીક્ષામાં પ્રશ્નપત્રો પરીક્ષા શ થવાના ૩૦ મિનિટ અગાઉ ઓનલાઈન મોકલવામાં આવશે અને જે કોલેજોમાં પરીક્ષા કેન્દ્ર છે તેમને આ ઓનલાઇન મોકલવામાં આવેલા પ્રશ્નપત્ર ખોલવા માટે ખાસ પ્રકારનો કોડ આપવામાં આવશે. કોડના આધારે પ્રશ્નપત્રની પ્રિન્ટ કાઢા પછી તેની ઝેરોક્ષ કઢાવીને પરીક્ષાર્થીઓને આપવામાં આવશે. પેપર લીક થતા રોકવા અને પેપર મોકલવા માટે થતા ખર્ચને બધં કરવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ છેલ્લા બે વર્ષથી આ નવી સિસ્ટમ અમલમાં મૂકી છે.
આવતી કાલથી બીએ બીકોમ બીએસસી બીએસડબલ્યુ બીબીએ એલએલબી બીઆરએસ એમ એડ જેવી ૨૨ અભ્યાસક્રમોની પરીક્ષાઓ શ થઈ છે અને તે માટે ૧૫૭ કોલેજોને કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. પરીક્ષામાં ચોરી અને ગેરરીતી રોકવા માટે ૭૫ ઓબ્્રવઝરની ટીમ બનાવવામાં આવી છે.
સૌથી વધુ પરીક્ષાર્થીઓ બી એ રેગ્યુલરમાં ૧૮૦૩૯ અને બીકોમ રેગ્યુલરમાં ૧૬૯૩૦ નોંધાયા છે. દિવાળીના વેકેશન પછી નવું શૈક્ષણિક સત્ર શ થતાની સાથે જ પ્રથમ સેમેસ્ટરના વિધાર્થીઓની પરીક્ષા લેવામાં આવી છે અને હવે બીજા તબક્કામાં ત્રીજા સેમેસ્ટરના ૨૨ અભ્યાસક્રમોની પરીક્ષા આવતી કાલથી શ થઈ રહી છે.
જે કોલેજોમાં પરીક્ષા ખંડમાં સીસીટીવીની વ્યવસ્થા હોય તેવી કોલેજોને જ પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયમાં ખાસ કંટ્રોલમ ઊભો કરવામાં આવ્યો છે અને તેમના મારફત પરીક્ષા ખંડમાં ચાલતી ગતિઓ લાઈવ નિહાળી શકાશે. જો કોઈ પરીક્ષા કેન્દ્રમાં ચોરી કે ગેરરીતી થતી હશે તો તેવા પરીક્ષા કેન્દ્રને તાત્કાલિક ટેલિફોનિક સૂચના આપીને આવી પ્રવૃત્તિ રોકવા માટે આદેશ કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application