સભાસદોને દર વખતે 15 ટકા ડીવીડન્ડ અપાતું હતું જેમાં બે ટકાનો વધારો કરી 17 ટકા આપવાનું નક્કી કરાયું
જામનગરની અગ્રગણ્ય સહકારી બેંક ધી કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. જામનગરની 53મી વાર્ષિક સામાન્ય સભા તા. 21 ને બુધવારના રોજ બેંકના ચેરમેન ડો.બીપીનચંદ્ર ટી.વાઘરના અધ્યક્ષસ્થાને, ધી જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝ, ધીરૂભાઈ અંબાણી વાણીજય ભવન જામનગર ખાતે યોજાયેલ હતી.
પ્રથમ આ સભામાં બેંકના અવસાન પામેલ ડાયરેકટર સ્વ. મહેશભાઈ રામાણી અને સ્વ. અશ્વિનભાઈ બરછા તેમજ વર્ષ દરમ્યાન બેંકના અવસાન પામેલ સભાસદોની આત્માની શાંતિ માટે માન સાથે પ્રાર્થના કરેલ હતી. પ્રથમ બેંકના સીનીયર ડાયરેકટર જીતેન્દ્રકુમાર એસ. શાહે ઉપસ્થિત સર્વે સભાસદે, આમંત્રિત મહેમાનો, બેોર્ડ ઓફ ડાયરેકટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોને, પેનલના એડવોકેટ, વેલ્યુઅરોને, બેંકના મેનેજરો અને ઓફીસરોને આવકાયર્િ હતા.
ત્યારબાદ બેંકના ચેરમેન ડો. બીપીનચંદ ટી.વાઘરે અધ્યક્ષસ્થાનેથી તા. 31-03-2024 ની માહીતી આપતાં જણાવેલ કે, આ વર્ષમાં બેંકનો નફો, ડીપોઝીટ, ધિરાણ બાબતે માહીતી રજુ કરતાં સભાસદને જણાવેલ કે, આ વર્ષ બેંકની કામગીરી ખુબજ સારી રહેલ છે. સર્વે તરફથી ખુબજ સાથ અને સહકાર મળેલ જે દશર્વિ છે કે સર્વે સભાસદોનો અમારા પ્રત્યેનો જે વિશ્વાસ છે તે કાયમ રહેશે તેવી આશા વ્યકત કરી હતી. ત્યારબાદ તેઓએ ખુશી સાથે જણાવેલ હતું કે, બેંકે 53 (ત્રેપન) વર્ષની યાત્રા સારી રીતે પાર પાડી ઉતરોતર પ્રગતિ સાધેલ છે. હાલ બેંકની વિવિધ સેવાઓની જાણકારી ઉપસ્થિત સભાસદોને આપેલ હતી.
વિશેષમાં તેઓએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવેલ હતું કે, આપણી બેંકે આ વર્ષમાં સારી કામગીરી કરી દરેક ચેલેન્જને સ્વીકારી બેંકના ગ્રાહકો અને સભાસદોના સાથ અને સહકારથી સારૂ પરિણામ જાળવી શક્યા છીએ. તેમજ બેંકના સ્ટાફે પણ એટલી જ ઘગશ અને ઉત્સાહથી કામ કરેલ છે. આ સાથે જણાવેલ હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે સુચનાઓ અને માર્ગદર્શન આપે છે તેનું આપણે પાલન કરવાનું હોય છે, તે પ્રમાણે બેંકની કામગીરી ચાલે છે તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની ગાઈડ લાઈન પ્રમાણે બેંકના સભાસદો ઉપરાંત ખાસ કરીને બેંકના ડીપોઝીટરનું પણ હીત જળવાઈ રહે તે દિશામાં ધ્યાન રાખી સભાસદોને કરવામાં આવતાં ધિરાણમાં ખુબજ તકેદારી રાખવામાં આવે છે.
બેંકનો ફક્ત નફો કરવાનો જ ઉદ્દેશ નથી, નફા સાથે સમાજ પ્રત્યેની જે જવાબદારીઓ હોય છે તે પણ નીભાવી પડે છે, જેના ભાગપે વિવિધ સંસ્થાઓને અને વ્યકિતઓને નિયમમાં રહીને અનુદાન બેંક આપતી હોય છે.
બેંકે આ વર્ષનું ડીવીડન્ડ દર વખત 15% આપવામાં આવતું હતું, તેમાં આ વર્ષથી સરકારએ થોડી છુટછાટ આપતા ડીવીડન્ડમાં બે ટકાનો વધારો કરી 17% આપવાનું નકકી કરેલ છે. તેમજ સભાસદોને સરકારની ગાઈડ લાઈન મુજબ નિયમમાં રહીને એક સારી ગીફટ પણ આપવા બોર્ડ ભલામણ કરેલ છે.
બેંકનું રીઝલ્ટર્સ અને અન્ય ભંડોળ ા. 66,00 કરોડ ઉપર અને થાપણો ા. 369.05 કરોડ ઉપર તેમજ બેંકનું ધિરાણ ા. 211.74 કરોડ ઉપર થયેલ છે. બેંકની ા. પ લાખની ડીપોઝીટ વિમાથી સંપુર્ણ સુરક્ષિત છે. તે અંગેનું ડીઆઇસીજીસીનું પ્રીમીયમ બેંક દવારા રેગ્યુલર ભરવામાં આવે છે. આ વર્ષે નફો ઇન્કમ ટેક્સ ત્યા બધી જોગવાઈઓ બાદ કયર્િ પછી ા. 6.70 કરોડ ઉપર થયેલ છે.
આ તકે બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન, તેમજ સમગ્ર બોર્ડે - બીઓએમ તથા કર્મચારીગણના સધન-અથાગ પ્રયત્નથી ધિરાણ ખાતાઓ એનપીએ ન થાય તેવી કાળજી રાખેલ જેથી બેંકનું ગ્રોસ એનપીએ માત્ર 1.21% અને નેટ એનપીએ 0.00% છે. ત્યારબાદ બેંકના જનરલ મેનેજર સુરેશ ડી. રાયઠઠ્ઠાએ વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને તે મુજબના ઠરાવ પ્રસ્તાવો રજુ કયર્િ હતા, જે ઉપસ્થિત સભાસદોએ સવર્નિુમતે મંજુર કરેલ હતા.
બેંકના કામકાજ સબંઘે સભાસદો તરફથી પ્રશ્નોતરી દરમ્યાન વિવિધ સુચનો થયેલ હતા, તેમાં બેંકની પ્રગતિ તેમજ વિકાસલક્ષી બાબતો પર ખુબજ નિખાલસ અને સારા વાતાવરણમાં ચચર્ઓિ કરેલ હતી, તેમજ બેંકના સભાસદો તરફથી થયેલ સુચનો પૈકી અમુક મુદ્દાઓ બાબતે બેંકના ધારા-ધોરણ પ્રમાણે અને નિયમમાં રહીને શક્ય તેટલા મુદ્દાઓ માટે બેકની બોર્ડ ઓફ ડાયરેકટર્સની મીટીંગમાં ચચર્િ કરી નિર્ણય લેવામાં આવશે તેમ અઘ્યક્ષસ્થાનેથી ચેરમેન ડો. બીપીનચંદ ટી.વાઘરે અને બોર્ડના અન્ય સભ્યોએ જણાવેલ હતું.
ત્યારબાદ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ખુશ્બુબેન આર.ઠકકરે પ્રાસંગીક પ્રવચનમાં હાજર રહેલા સર્વે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં આભાર દર્શન સાથે જણાવેલ હતું કે, બેંકે આજ ત્રેપન વર્ષ પુર્ણ કરી ચોપનમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે. સર્વે બોર્ડ ઓફ ડાયરેકટર્સના સભ્યોના સાથ અને સહકારથી આજ બેંકે અનેક શિખરો સર કયર્િ છે. આજની સભામાં ખાસ ઉપસ્થિત રહેલ ઉદ્યોગપતિ રમણીકલાલ કે. શાહ અને બેંકના લીગલ સલાહકાર બીપીનભાઈ ઝવેરી પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ વાર્ષિક સાભાન્ય સભામાં બેંકના સીનીયર ડાયરેકટરો જીતેન્દ્રકુમાર એસ. શાહ, જયંતીભાઈ ચંદરીયા, કેતનકુમાર એન. માટલીયા, અસ્મીતાબેન શાહ, ભારતીબેન પટેલ, જમનાદાસ એસ. શીયાણી, પ્રો.ડાયરેકટર વિવેક એ.ગાંધી તથા ધવલ કે. શાહ, બોર્ડ એફ મેનેજમેન્ટના સભ્યો ભાવીનભાઈ એસ. કામદાર અને ખુશ્બુબેન આર. ઠકકર તથા જયંતીભાઈ ઝાખરીયા ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં, બેંકના ચેરમેન પ્રવિણભાઈ વી. ચોટાઈ વિદેશ ગયેલ હોય, તેમજ વાઈસ ચેરમેન વિજયભાઈ કે.સંધવી સંજોગોવસાત તેમજ ડાયરેક્ટર ઇન્દુલાલ સી. વોરા બહારગામ હોવાથી અને જીતેન્દ્રકુમાર એચ.લાલ, વિઠ્ઠલભાઈ આર.માકડીયા કે જેઓ ઉપસ્થિત રહી ન શકેલ તેઓએ સર્વેને શુભેચ્છા પાઠવી હતી અને જામનગરના સીનીયર એડવોકેટ ભરતભાઈ સુખપરીયા અને હસમુખભાઈ હિંડોચાએ સર્વેને શુભેચ્છા પાઠવી હતી.
અંતમાં બેંકની સતત પ્રગતિ ગ્રાહકાભિમુખ સેવા માટે બેંકના મેનેજમેન્ટને, બોર્ડ ઓફ ડાયરેકટર્સને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોને, જનરલ મેનેજર અને શાખા મેનેજરો અને કર્મચારીઓને સભામાં સભાસદો તરફથી શુભેચ્છા આપવામાં આવી હતી, આ સભાનું સફળ સંચાલન બેંકના જનરલ મેનેજર સુરેશ ડી. રાયઠઠ્ઠા ત્થા અધિકારીઓ વિમલ એન. દવે, જીતેન્દ્ર એલ.ખજુરીયાએ કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફલ્લા ગામમાં ગ્રામ પંચાયત પણ વોકિટોકીથી સજ્જ
May 14, 2025 12:06 PMમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMદીપિકા પ્રભાસની ફિલ્મ 'સ્પિરિટ'માં મહત્વનો રોલ અદા કરશે
May 14, 2025 12:00 PMમૂળીનાં ભેટ અને દાધોળીયા ગામેથી ૧૬ ની ખનિજ ચોરી ઝડપાઇ
May 14, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech