જામનગરમાં 636 લાખના ખર્ચે બનશે 53 નંદ ઘર

  • October 05, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત આંગણવાડી બનાવવા માટે તા. 11/10 થી ઓનલાઇન ટેન્ડર મુકવાની કરી જાહેરાત


જામનગર શહેરમાં હવે ા. 636 લાખના ખર્ચે પ3 આંગણવાડી બનાવવાનો નિર્ણય કોર્પોરેશને કર્યો છે અને આ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ મળશે, આ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, મહાપાલિકાની વેબસાઇટ ઉપર આ ટેન્ડર જોવા મળશે અને આગામી તા. 11/10/ર0ર3 થી આ ટેન્ડર ઓનલાઇન ભરી શકાશે, અલગ-અલગ વોર્ડમાં આંગણવાડી બનશે તેથી લોકોને પણ ફાયદો થશે, ખાસ કરીને મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીના સઘન પ્રયાસોથી રાજ્યની જાહેર થયેલી કુલ આંગણવાડીઓમાંથી અડધો અડધ એટલે કે પ0 ટકા આંગણવાડીની રકમ જામનગરને ફાળવવામાં આવી છે.


જામનગર મહાનગરપાલિકાની સીવીલ શાખા દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાં સીવીલ ઝોન વોર્ડ નં. 1, 6 અને 7 માં ા. 96 લાખના ખર્ચે નંદઘર બનશે, તેમજ સીવીલ ઇસ્ટ ઝોન વોર્ડ નં. 10, 11 અને 1ર માં 13ર લાખના ખર્ચે નંદઘર બનશે, આ ઉપરાંત સીવીલ ઝોન વોર્ડ નં. 8, 1પ અને 16 માં સૌથી વધુ ા. ર04 લાખના ખર્ચે નંદ ઘર બનશે, જ્યારે સીવીલ નોર્થ ઝોન, વોર્ડ નં. ર, 3, 4 માં ા. 7ર લાખના ખર્ચે અને સીવીલ સેન્ટર ઝોન વોર્ડ નં. પ, 9, 13 અને 14 માં ા. 13ર લાખના ખર્ચે નંઘ ઘર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


જામનગર શહેરને વધુને વધુ આંગણવાડી બને એ માટે મ્યુ. કમિશ્નરે સરકારમાં પ્રયાસો કયર્િ હતા, જેમને સફળતા પણ મળી છે, ત્યારબાદ ડી.એમ.સી. ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ હવે છ મહિનામાં આ આંગણવાડી બનાવવા માટે ટેન્ડર આવ્યા બાદ વર્કઓર્ડર આપવામાં આવશે તેમ જાણવા મળે છે. શહેરમાં આંગણવાડીની ખૂબ જ જરીયાત હતી ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સરકાર ગ્રાન્ટ ફાળવશે, તેમાં મહાપાલિકાને કોઇપણ જાતનો ખર્ચો કરવાનો રહેશે નહીં, જો કે તા. 11 થી ટેન્ડર ઓનલાઇન મુકાશે, ત્યારબાદ વહીવટી પ્રક્રિયા પણ શ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application