સલાયામાં 53.23 ટકા મતદાન થયું

  • May 08, 2024 11:10 AM 

કોઈ અનિચ્છનિય બનાવ નહિ, પુરુષો કરતા મહિલાઓએ કર્યું વધુ મતદાન 

સલાયામાં લોકસભા ચૂંટણી અંતર્ગત આજરોજ વહેલી સવારના 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું હતું. તમામ બૂથમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન ચાલુ હતું. સવારના સમયમાં બહુ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. બાદમાં 12 વાગ્યાથી મતદાન ખુબજ ધીમું થઈ ગયું હતું. ત્યારબાદ ફરીથી 3 થી 6 માં મતદાન માટે લોકો નીકળ્યા હતા.


હાલ શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. કોઈ અનિચ્છનિય બનાવ બનેલ ન હતો.તંત્ર દ્વારા હિટવેવને ધ્યાને રાખી સુંદર વ્યવસ્થા કરાઈ હતી.જેમાં મંડપ, ઠંડુ પાણી, મેડિકલ કીટ વગેરે હતું. તેમજ મોટી ઉંમરના વૃદ્ધ, શારીરિક દિવ્યાંગ લોકો માટે વ્હીલચેર જેવી સુવિધા હતી. તેમજ આંખોથી દિવ્યાંગ લોકો માટે બ્રેઈલ લિપિ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ ત્રણેક જેટલા લોકો હતા જેને આં પદ્ધતિથી મતદાન કર્યું હતું.


સલાયામાં દર વખતે મહિલાઓ મતદાનમાં આગળ હોઈ છે. જે આં વખતે પણ એમજ જોવા મળ્યું હતું. કુલ 26429 જેટલા મતદારો નોંધાયેલ છે. જેમાંથી 8403 જેટલી મહિલાઓએ મતદાન કર્યું હતું.અને 5666 પુરુષોએ મતદાન કર્યું હતું. આમ સલાયામાં કુલ  53.23 ટકા મતદાન થયું હતું. તમામ ઇવીએમ શિલ મારી અને નિયમાનુસાર નિશ્ચિત સ્થળે મૂકવા માટે પૂરતી સુરક્ષા સાથે રવાના કરવામાં આવ્યા હતા.


આમ એકંદરે શાંતિ પૂર્ણ મતદાન પૂરું થયું હતું. તંત્રની અથાગ મહેનત મતદાન માટે જાગૃતિના કાર્યક્રમો અને મતદારોની સુવિધા માટે પૂરતા પગલાં ભર્યા હતા. નહિતર મતદાન ઘણું ઓછા થવાની ભીતી હતી. હાલ બંને પક્ષો કોને કેટલા મત મળશે એના સર્વે લગાડી રહ્યા છે. સાચો ખ્યાલ રિઝલ્ટના દિવસે બહાર આવશે.હાલ બધા ઉમેદવારોનું ભવિષ્ય ઇવીએમમાં કેદ થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application