સૌ.યુનિ.ની પીએચ.ડી.ની પરીક્ષામાં ૫૧૭ વિધાર્થી ગેરહાજર: ૪૦% પરિણામ

  • December 18, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા ગઈકાલે આત્મીય કોલેજ ખાતે સવારે ૯:૩૦ વાગ્યાથી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી પીએચડી એન્ટ્રન્સ એકઝામ લેવામાં આવી હતી. ઓકટોબરના બદલે છેક ડિસેમ્બર માસમાં પરીક્ષા લેવાતા અને અનેક પ્રકારના વિવાદો ઊભા થતા આ પરીક્ષામાં નોંધાયેલા વિધાર્થીઓમાંથી સંખ્યાબધં વિધાર્થીઓએ પરીક્ષા ફી ભરી ન હતી અને પરીક્ષા ફી ભરનાર ૨૧૭૫ વિધાર્થીઓમાંથી ગઈકાલની પરીક્ષામાં ૫૧૭ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ૨૫ ટકા જેટલા વિધાર્થીઓ ગેરહાજર રહ્યાની ઘટનાને ભારે મહત્વની ગણવામાં આવે છે. પરીક્ષા પૂરી થતા ની સાથે પરિણામ જાહેર કરાયું છે અને તે ૪૦% જેટલું આવ્યું છે.


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા ભવનોમાં ખાલી પડેલી છત્રીસ વિષયની ૪૫૧ જગ્યા માટે ગઈકાલે યોજાયેલી પરીક્ષામાં ૨૧૭૫ વિધાર્થીઓને આવ્યા હતા અને ૧૬૫૮ વિધાર્થીઓએ પરીક્ષા આપી છે.પીએચડી ની પરીક્ષા લેવાની કામગીરી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દર વર્ષે ખાનગી એજન્સીને સોપતી હોય છે અને આ એજન્સી પેપર કાઢવાથી માંડી પરિણામ તૈયાર કરવા સુધીની કામગીરી સંભાળતી હોય છે. આ વખતે પણ એજન્સીને કામ સોપવામાં આવ્યું છે પરંતુ પેપર કાઢવાની કામગીરી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ તેમના હસ્તક રાખી છે. એજન્સીના પેપર પ્રમાણમાં અઘરા હોવાથી પાસિગ રેશિયો ખૂબ ઓછો રહેતો હોવાની ફરિયાદ ઊઠા પછી આ સિસ્ટમ મુજબ પેપર કાઢવામાં આવ્યા છે. ગયા વખતે પરિણામ ૨૫ ટકા હતું તે આ વખતે વધીને ૪૦% જેટલું થયું છે. હવે આગામી તારીખ ૨૧ થી ૨૬ દરમ્યાન ઉત્તીર્ણ થયેલા વિધાર્થી ઓએ જે તે ભવનમાં રિસર્ચ પ્રપોઝલ સબમિટ કરવાની રહેશે. પીએચડીમાં પરીક્ષાનું વેઇટેજ ૭૦% અને ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટીનું વેઇટેજ ૩૦% રાખવામાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application