લોકશાહી પર્વની શાનદાર ઉજવણી ઈ હતી ગરમીના કારણે મતદાતાઓ બહાર નીકળવામાં આળસ કરી જતાં માંડ ૫૧.૮૮ ટકા જેવું મતદાન નોંધાયું હતું તે ગત લોકસભાની ચૂંટણી કરતાં ૪ ટકા જેવું ઓછું મતદાન નોંધાયું હતું. ચૂંટણી અધિકાર મહેશ ધનવાણીની આગેવાનીમાં પીઆઈ ગોહિલના ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે શહેર તેમજ ગ્રામ્ય પંકમાં શાંતિપૂર્ણ પ્રારંભ યો હતો. પ્રમ બે કલાકમાં ૮.૫૬ ટકા જેવું મતદાન નોંધાયું હતું. જ્યારે સવારે ૧૧ કલાકના બીજા રાઉન્ડમાં ૨૦.૬૭ ટકા જેવું મતદાન યેલ. જ્યારે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૩૧.૬૩ જેવા મતો ઈવીએમમાં પડ્યા હતા. ત્યારબાદ ગરમીને કારણે બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૩૯.૩૦ ટકા જેવું મતદાન નોંધાયું હતું. જ્યારે છેલ્લા બે કલાકમાં પાંચ વાગ્યા સુધીમાં ૪૭.૨૩ ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. છેલ્લી છેલ્લી કલાકમાં માત્ર ચાર ટકા જેવું મતદાન તાં કુલ ૫૧.૮૮ ટકા જેવું મતદાન નોંધાયું હતું. તેમાં કુલ મતદારો ૨૬૯૩૬૮માંી ૧૨૭૨૧૮ મતદ પડ્યા હતા. તેમાં કુલ પુરુષ મતદારો ૧૧૮૮૦૨માંી ૭૨૨૨૯ પુરુષોએ મતદાન કર્યું હતું. જ્યારે કુલ ીઓ ૧૩૦૫૬૪માંી ૫૪૭૮૯ ીઓએ મતદાન કર્યું હતું. ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતે ૪ ટકા જેવું મતદાન ઓછું નોંધાયું હતું. જ્યારે મતદાન દરમિયાન મતદાર યાદી બહાર લઈ જવી તેમજ બોગસ મતદાનની પાંચ જેટલી ફરિયાદ આવતાં તેમની તપાસ કરતાં કોઈ વાંધાજનક મળી ન આવતાં તમામ ફરિયાદના નિકાલ કરાયા હતા. જ્યારે ચાલુ મતદાને બપોરે ઉપલેટામાં ૯૬ નંબરના બુમાં ઈવીએમના સેટ બંધ તાં ત્યાં નવા મશીનો મૂકવામાં આવ્યા હતા. જ્યારે ધોરાજીમાં ૨૧૭ નંબરના બુમાં ૫૬ નંબરનું વીવીપેટ બગડતાં ત્યાં નવુ લગાડવામાં આવ્યું હતું.
મહાનુભાવોનું મતદાન
ઉપલેટા મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય મિલનકુમાર મહોદય સજોડે, જાણીતા લોક ગાયક માલદે આહિર, ઉધલાવદર હનુમાન મંદિરના મહંત હરીવલ્લભદાસ સ્વામી, લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી, શહેરના સેવાભાવી સર્જન ડો.બ્રિજેશ, જિલ્લા ભાજપના ઈન્દ્રવિજસિંહ ચુડાસમા, નગરપ્રામિક શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, જલ્પેશ વાઘેલા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી વિમલ રાઠોડ, પૂર્વ નગર પતિ રણુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસના મંત્રી કમલેશ વ્યાસ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશ ત્રિવેદીએ શંખનાદ સો મતદાન કર્યું હતું.
ડી.ડી. જ્વેલર્સ પરિવારનું સમૂહમાં મતદાન
ઉપલેટામાં સોના-ચાંદી એસો.ના પ્રમુખ અને જાણીતા ગૌભક્ત ડી.ડી.જ્વેલર્સ પરિવારના માધવભાઈ ધોળકિયા, દેવેનભાઈ ધોળકિયા, જીતભાઈ ધોળકિયા અને ધૈર્ય ધોળકિયાએ પોતાના ૨૫ જેટલા સ્ટાફ અને પરિવાર સો સમૂહમાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.
દિવ્યાંગ અને વૃદ્ધો માટે પોલીસની સરાહનીય કામગીરી
પોલીસની કામગીરી પણ ઉડીને આંખે વળગે તેવી હતી જેમાં મ્યુનિ. આર્ટસ કોલેજમાં માલીબેન બેરાને હા પકડીને મહિલા પોલીસે મત પેટી સુધી પહોંચાડ્યા હતા. જ્યારે કે.જી. સોલંકી સ્કૂલમાં અરવિંદભાઈ વાલજીભાઈ નામના દિવ્યાંગની સાઈકલ મહિલા પોલીસે ચલાવી તેને મતદાનની લાઈનમાં રાખ્યા હતા. ચિખલીયાના પ્રા.શાળા બુ નં.૧૨૮માં શાંતાબેન ભાનુભાઈ સુણાને તેમજ અન્ય વિકલાંગ મહિલાને પોલીસે વ્હીલચેર ચલાવી તેને મતદાન કરાવ્યું હતું ત્યારે ઉપલેટાના પીઆઈ ગોહિલે આ પોલીસ જવાનોને અભિનંદન આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech