ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળે અને ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું રહે તે માટે સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના - મનરેગા અંતર્ગત રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં કામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ઉનાળાની ગરમી અને અન્ય કામગીરીમાં વધુ વળતર મળી રહ્યું હોવાથી છેલ્લા કેટલાક સમયથી મનરેગાના કામમાં મજૂરોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. રાજકોટ જિલ્લામાં કુલ 509 જેટલા કામ ચાલી રહ્યા છે પરંતુ મજુરો પૂરતા પ્રમાણમાં મળતાં ન હોવાથી આખરે આ બાબતે સરકારી તંત્ર દ્વારા જેમણે કામ જોઈતું હોય તેવા મજૂરોને તાલુકા પંચાયત અથવા તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક સાધવા જણાવાયું છે.
હાલમાં જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વ્યક્તિગત અને સામૂહિક કુલ ૩૫૦ કામ તેમજ ૧૫૯ ગ્રામ પંચાયતમાં કામ ચાલી રહયા છે, જેમાં કુલ ૩૪૯૬ શ્રમિકો કામ કરી રહ્યા છે. પંચાયત તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સામુહિક કામની જગ્યા પર હીટવેવના દિવસો દરમ્યાન શ્રમિકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાઇટ પર શ્રમિકોના આરોગ્યની કાળજી પણ લેવામાં આવે છે. જયાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેમ્પ યોજી શ્રમજીવીઓની આરોગ્ય તપાસ કરી, ઓ.આર.એસનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુને વધુ શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત ગ્રામ્યકક્ષાએ રોજગારીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઈચ્છુકોને તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech