50 વર્ષની ટ્વિંકલ ગ્રેજ્યુએટ થઇ

  • January 17, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધૂરું સપનું થયું સાકાર, અક્ષય કુમારે ઈમોશનલ પોસ્ટ શેર કરી


અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ લગ્ન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. પાછી તે લેખન તરફ વળી હતી. ટ્વિંકલ તેની કટાક્ષયુક્ત લેખન શૈલી માટે જાણીતી છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ્સને કારણે ચર્ચામાં આવે છે. પરંતુ હવે તે એક અલગ કારણોસર સમાચારમાં છે.ટ્વિંકલે તેનું અધૂરું સપનું પૂરું કર્યું છે. 50 વર્ષની ઉંમરે તેણે સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે. અક્ષય કુમારે તેની પત્ની સાથેની તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. તેમજ તેણે ટ્વિંકલના વખાણ પણ કર્યા હતા. આ ફોટોમાં ટ્વિંકલના માથા પર ગ્રેજ્યુએશન કેપ જોઈ શકાય છે.


ટ્વિંકલે અત્યાર સુધી ઘણા પુસ્તકો લખ્યા છે. તેમના પુસ્તકોના નામ છે 'મિસિસ ફનીબોન્સ', 'પાયજામા આર ફોરગીવિંગ' અને 'ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ'. અક્ષય અને ટ્વિંકલના લગ્નને 20 વર્ષ થયા છે. તેમને 21 વર્ષનો દીકરો આરવ અને 11 વર્ષની દીકરી નિતારા છે.


અક્ષય કુમારની પોસ્ટ

‘જ્યારે તમે મને બે વર્ષ પહેલાં કહ્યું હતું કે તમે ફરીથી અભ્યાસ કરવા માંગો છો, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. પરંતુ જ્યારે મેં તને તેના માટે સખત મહેનત કરતા જોઈ ત્યારે મને સમજાયું કે મેં એક સુપરવુમન સાથે લગ્ન કર્યા છે. તમે તમારા બાળકો સાથે ઘર, કરિયર અને વિદ્યાર્થી જીવન ખૂબ જ સારી રીતે મેનેજ કર્યું છે.


આજે તમારા ગ્રેજ્યુએશનના દિવસે મને લાગે છે કે જો મેં થોડો વધુ અભ્યાસ કર્યો હોત તો મને તમારા પર કેટલો ગર્વ છે તે કહેવા માટે મને પૂરતા શબ્દો મળ્યા હોત. ટીના… ઓલ ધ બેસ્ટ અને આઈ લવ યુ’, અક્ષય કુમારે આ શબ્દોમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી.


ટ્વિંકલે કોમેન્ટ્સમાં આપ્યો છે જવાબ

અક્ષયની આ પોસ્ટ પર ટ્વિંકલે કોમેન્ટ પણ કરી છે. ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને એવો પાર્ટનર મળ્યો જે મને ઉંચી છલાંગ લગાવવા માટે પ્રોત્સાહિત કરે છે. પણ જો હું પડી જાઉં તો પણ તે હંમેશા મને ઉપાડવા તૈયાર હોય છે અને હું ઘણી વાર પડી જઉં, ખરું ને? તેમણે કહ્યું કે, આવતીકાલે 23 વર્ષ પૂર્ણ થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application