વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં કુલ ૫૦ પૂજારીની નિયુકિત કરવામાં આવશે. મંદિરના મુખ્ય પૂજારીને ૯૦ હજાર પિયા માનદ વેતન મળશે. તે જ સમયે, જુનિયર પૂજારીને ૮૦ હજાર પિયા અને સહાયક પૂજારીને ૬૫ હજાર પિયા આપવામાં આવશે. આવું એટલા માટે થવા જઈ રહ્યું છે કારણ કે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની ૧૦૫મી બેઠકમાં ૪૧ વર્ષ બાદ પૂજારી સેવા નિયમોને લઈને સર્વસંમતિ સધાઈ છે.
બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે ભરતી માટે જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત શ્રી કાશી વિશ્વનાથ મંદિર દ્રારા જિલ્લાના તમામ સંસ્કૃત વિધાર્થીઓને મફત વક્રો અને પુસ્તકો આપવામાં આવશે. પ્રથમ વખત મંદિર સંસ્કૃત જ્ઞાન સ્પર્ધાનું પણ આયોજન કરશે. આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ બાબાના ભોગ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની ૧૦૫મી બેઠક ગઈકાલે કમિશનરેટ ઓડિટોરિયમમાં યોજાઈ હતી. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પ્રોફેસર નાગેન્દ્ર પાંડેની અધ્યક્ષતામાં આયોજિત બેઠકની શઆત મંદિરના ટ્રસ્ટી શ્રી વેંકટ રમણ ઘનપથી દ્રારા વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પછી, મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી વિશ્વ ભૂષણ મિશ્રા દ્રારા છેલ્લી બેઠકમાં લેવાયેલા નિર્ણયના અનુપાલન અહેવાલ અને આગામી સત્રના બજેટની ચર્ચા કરવામાં આવી હતી, જેના પર ટ્રસ્ટે સંમતિ આપી હતી. બેઠકમાં ચાર દાયકા પછી પુરોહિત સેવા માર્ગદર્શિકા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેને ટ્રસ્ટ કાઉન્સિલ દ્રારા સર્વાનુમતે સંમતિ આપવામાં આવી હતી.૧૯૮૩ માં મંદિરના અધિગ્રહણ પછી, પૂજારી સેવા માર્ગદર્શિકા રદ થઈ ગઈ હતી. પરંતુ હવે નવા ફેરફારો બાદ તેનો અમલ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMજામ ખંભાળીયામાં હિન્દુ અને મુસ્લિમ પરીવાર વરચે રાત્રીના સમયે મારામારી થતા 2 લોકો ઇજાગ્રસ્ત
March 03, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech