દ. આફ્રિકામાં કોરોનાથી ઘાતક વાયરસનો આતંક, થોડા જ દિવસમાં 50 લોકોના ટપોટપ મોત, લક્ષણો દેખાય એના 48 કલાકમાં વ્યક્તિ મોતને ભેટે છે

  • February 25, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇબોલા અને ઝિકા જેવા ઘાતક વાયરસ પછી આફ્રિકામાં નવો વાયરસ આતંક મચાવી રહ્યો છે. મધ્ય આફ્રિકાના કોંગોમાં આ વાયરસથી થોડા જ દિવસોમાં 50થી વધુ લોકોના મોત નિપજ્યા છે. સોમવારે, સ્થાનિક ડોકટરો અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આ નવી આપત્તિ વિશે ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા હતા. ડોક્ટરોએ કહ્યું છે કે, મોટાભાગના કિસ્સાઓમાં, લક્ષણો દેખાયા પછી માત્ર 48 કલાકની અંદર લોકો મૃત્યુ પામે છે અને આ સ્થિતિ ચિંતાજનક છે.


આ વાયરસ સૌપ્રથમ 21 જાન્યુઆરીએ કોંગોમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ અત્યારસુધીમાં 419 લોકો તેનાથી પ્રભાવિત થયા છે. 9 ફેબ્રુઆરીએ બોમેટે શહેરમાં રહસ્યમય મૃત્યુની સંખ્યામાં વધારો થયા બાદ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. WHOના આફ્રિકા કાર્યાલય અનુસાર, બોલોલો શહેરમાં પહેલો કેસ નોંધાયો હતો. જ્યારે ત્રણ બાળકોએ ચામાચીડિયા ખાધા હતા. થોડા સમય પછી, તેને ખૂબ તાવ આવ્યો અને 48 કલાકમાં તેનું મૃત્યુ થયું.


તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આફ્રિકા અને એશિયા જેવા ખંડોમાં પ્રાણીઓથી મનુષ્યોમાં વાયરસ ફેલાતા કેસોમાં ઝડપથી વધારો થયો છે. WHOએ 2022માં અહેવાલ આપ્યો હતો કે, છેલ્લા દાયકામાં આફ્રિકામાં આવા કેસોમાં 60 ટકાથી વધુનો વધારો થયો છે.


આફ્રિકામાંથી અનેક રોગોની શરુઆત થઈ
કોલેરા, પ્લેગ, ડેન્ગ્યુ, હિપેટાઇટીસ બી સી અને ઈ, મંકી પોક્સ, એન્થ્રેક્સ, એવિયન ઇન્ફલ્યુએન્ઝા, ક્રિમિઅન કોંગો હેમોરહેજિક ફીવર, રિફ્ટ વેલી ફીવર, યલો ફીવર અને ઝિકા વાયરસ જેવા ડરામણા રોગોની શરુઆત આફ્રિકામાં થઈ હતી. 


એશિયામાં જન્મેલા રોગ
‘જાપાનીઝ એન્સેફાલીટીસ (JE) વાયરસ’, ‘બ્લેક ડેથ’ અને ‘બરમાહ ફોરેસ્ટ વાયરસ’ જેવી બીમારીઓ એશિયામાં ઉદ્ભવી હતી. એશિયામાં પણ સૌથી વધુ નવા રોગચાળા ચીનમાં જ ઉદ્ભવ્યા છે. ચીનથી દુનિયામાં સાર્સ, એશિયન ફ્લુ અને કોરોના વાયરસ પ્રસર્યો છે 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News