ઉપલેટામાં ૩ દિવસમાં ૫થી ૧૨ ઈંચ વરસાદ ભાદર, વેણુ, મોજ નદીનાં પાણી ગામોમાં ઘૂસ્યા

  • August 30, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદને કારણે ઉપલેટા પંથકમાં ૫થી ૧૧ ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. ડેમ સાઇટ ઉપરમાં ભારે વરસાદને કારણે ત્રણ ડેમ ઓવરફલો થતાં આ પાણી નદીમાંથી ગામમાં ઘૂસી ગયા હતાં પણ તંત્રની સજાગતાથી લઇ જાનહાનિ થવા પામેલ નહોતી. પવન સાથે વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસ થયા ઉપલેટા પંથકમાં ભાયાવદર–૧૨, ઉપલેટામાં–૫, લાઠ–૮, ભિમોરામાં–૭, નાગવદરમાં–૫ સહિત ગામોમાં ૧થી ૧૨ ઈંચ જેવો વરસાદ વરસી ગયો હતો પણ ઉપલેટા પંથકમાંથી મોજ, વેણું અને ભાદર નદી પસાર થતી હોવાથી આ ત્રણેય ડેમમાં ભારે પાણીને કારણે ઓવરફલો થતાં આ પાણી ત્રણેય નદીમાં આવતા નદીઓ ગાંડીતુર બનતા નદી કાંઠાના નિલાખા, ગણોદ, મેખાટીંબડી, લાઠ, ભીમોરા જેવા ગામોમાં પાણી ઘૂસી ગયા હતાં પણ તંત્રની સજાગતાને કારણે કોઇ જાનહાનીનો બનાવ બનવા પામ્યો નહોતો.

શહેરી નિચાણવાળા વિસ્તારમાં નદી કાંઠાના સોનલનગર, વડલા રોડ, ચુનાની ભઠ્ઠી, ખોડિયારનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી અન્ય જગ્યાએ આશરો આપવામાં આવ્યો હતો પણ કોઇ જાનહાનીના બનાવ બનવા પામ્યા નોહતો. જયારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે નુકસાની થયેલ સેવંત્રા, મોજીરા, મેખાટીંબી ગામોના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલિયા દોડી ગયા હતાં. ખેડૂતો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી લાગતા વળગતા અધિકારીઓને યોગ્ય કરવા સૂચના આપી હતી. જયારે સેવંત્રા પાસે જુનો રાજાશાહી વખતના પુલનો એકભાગ તુટી જતાં તે જગ્યાનું નિરિક્ષણ કરી માર્ગ અને મકાન વિભાગના અધિકારીને તાત્કાલીક જાણ કરી યોગ્ય કરવા રજુઆત કરી હતી.
જયારે લાઠ ગામે ગામના વયોવૃધ્ધ માજીને દવાખાનેથી ગામમાં લઇ આવવા માટે ટ્રેકટરમાં ખાટલા ઉપર સુવડાવી લઇ આવવા પડયા હતાં. જયારે નિલાખા ગામે આવેલ મહેમાનની મોટર ભારે પાણીમાં ગરકાવ થવા લાગતા કારમાં બેઠેલા તમામ વ્યકિતઓ બહાર નિકળી બચી જવામાં સફળ થયા હતાં. કારને પાણી ઉતરતા ગ્રામજનોએ બહાર કાઢી હતી, આમ સામાન્ય ઘટના સિવાય કોઇ અઘટિત ઘટનાના બનાવો બન્યા નહોતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application