નલિયામાં ૫.૪, ગિરનાર પર્વત ઉપર ૧૦.૫ ડિગ્રી ઠંડી

  • January 13, 2024 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત રાયના અનેક સેન્ટરોમાં લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં સામાન્ય વધઘટ થવા પામી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ઠંડીનું જોર વધશે અને લઘુતમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી જેટલો નીચે ઉતરશે. આજે સમગ્ર રાયમાં સૌથી નીચું તાપમાન નલિયામાં ૫.૪ ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલનું લઘુતમ તાપમાન ૬.૪ ડિગ્રી હતું.

ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન ૧૦.૫ ડિગ્રી નોંધાયો છે જૂનાગઢમાં ૧૫.૫ અને ભવનાથ તળેટીમાં ૧૩.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે પવનની ગતિ પ્રતિ કલાકના ૪ કિલોમીટર આસપાસ રહેવા પામી છે.
ભુજમાં આજે એક ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે અને ૧૨ ડિગ્રી ગઈકાલે નોંધાયા પછી આજે ૧૩.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં પણ એક ડિગ્રીના વધારા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૮.૫ ડિગ્રી રહ્યું છે. દ્રારકાના તાપમાનમાં ઘટાડો થયો છે દ્રારકામાં ગઈકાલે ૧૭ અને આજે ૧૬.૬ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર રહ્યું છે.ઓખામાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચું ઊતયુ છે. ઓખામાં ગઈકાલે ૧૯.૭ અને આજે ૧૭.૭ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પોરબંદરમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન ૧૪.૪ ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં ગઈકાલે ૧૩ અને આજે ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. વેરાવળના તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે ૧૯.૯ ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરેન્દ્રનગરમાં એક ડિગ્રીના વધારા સાથે આજનું તાપમાન ૧૪.૮ ડિગ્રી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application