પોરબંદરમાંથી ISISના એક મહિલા સહીત 5 આતંકી ઝબ્બે, ATS દ્વારા મોટા કાવતરાનો પર્દાફાશ

  • June 10, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ATSએ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને 4 લોકોની ધરપકડ કરી. આરોપ છે કે આ લોકો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના સંપર્કમાં હતા. તેની ધરપકડ માટે એટીએસની ટીમે ગઈકાલથી પોરબંદરમાં ધામા નાખ્યા હતા.


આ સાથે જ ATSએ સુરતમાંથી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે જોડાયેલી એક મહિલાની પણ ધરપકડ કરી છે. અહેવાલ મુજબ પોલીસની મદદથી ATSએ મહિલાને લાલગેટ વિસ્તારમાંથી કસ્ટડીમાં લીધી છે. તેને પોરબંદર લઈ જવામાં આવી છે. ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન વિશે કહેવાય છે કે આ સંગઠન આઈએસઆઈએસના ઈશારે આતંકી ગતિવિધિઓ કરે છે. ATSના અધિકારીઓ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ કાર્યવાહીની વિગતો પણ જણાવશે.


ATSના હાથે ઝડપાયેલી મહિલાએ દક્ષિણ ભારતમાં લગ્ન કર્યા હતા. તેમના પરિવારનો એક વ્યક્તિ સરકારી નોકરી પણ કરે છે. એટીએસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં કેવી રીતે આવી.

મળતી માહિતી મુજબ ગઈકાલે જ ગુજરાત ATSની ટીમ પોરબંદર પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પકડાયેલા લોકોમાં એક વિદેશી નાગરિક પણ છે. ડીઆઈજી દીપન ભદ્રન, એસપી સુનિલ જોષી, ડીવાયએસપી કેકે પટેલ, ડીવાયએસપી શંકર ચૌધરી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ પોરબંદર પહોંચી ગયા છે. આજે ATS અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન અંગે જાહેરાત કરી શકે છે. સુત્રો મુજબ  ચારેય પાસેથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application