શિયાળાની ઋતુ આવતાની સાથે જ આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા અને ઉર્જા પ્રદાન કરવા માટે ગોળ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે શિયાળાને લગતી ઘણી સમસ્યાઓથી બચાવવામાં પણ મદદ કરે છે. આયુર્વેદમાં ગોળનું વિશેષ મહત્વ છે, કારણ કે તે કુદરતી મીઠાશની સાથે પોષણનો ખજાનો પણ છે. તેમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે.
ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, પાચન સુધરે છે અને ત્વચાની સ્થિતિ સુધારવામાં પણ મદદ મળે છે પરંતુ શું જાણો છો કે ગોળનું સેવન અલગ અલગ રીતે કરવાથી તેના ફાયદા બમણા થઈ શકે છે. જાણો ગોળ ખાવાની 5 અલગ અલગ અને સરળ રીતો:
બમણા ફાયદા મેળવવા માટે આ 5 રીતે ખાઓ ગોળ
1. ગોળ અને તલના લાડુ
શિયાળામાં ગોળ અને તલના લાડુ ખૂબ જ ફાયદાકારક છે. તલ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને જ્યારે તેને ગોળ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે એક સંપૂર્ણ મિશ્રણ બની જાય છે. આ લાડુ શિયાળામાં ઉર્જા વધારવા અને હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. તલના લાડુ બનાવવા માટે, ફક્ત તલ શેકો, તેમાં ગોળ ઉમેરો અને નાના લાડુ બનાવો અને રોજ નાસ્તામાં ખાઓ.
2. ગોળનું શરબત
શિયાળામાં ઠંડુ શરબત પીવું સામાન્ય નથી પરંતુ ગરમ પાણી સાથે ગોળનું શરબત પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે. તે શરીરને ડિટોક્સિફાય કરે છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. આ બનાવવા માટે, ફક્ત ગરમ પાણીમાં ગોળ મિક્સ કરીને તેમાં થોડો લીંબુનો રસ ઉમેરીને સવારે ખાલી પેટે પીવું પડશે. આ ખૂબ જ ફાયદાકારક છે.
૩. ગોળ અને મગફળીની ચીક્કી
ગોળ અને મગફળીની ચીકી શિયાળાનો એક લોકપ્રિય નાસ્તો છે. મગફળીમાં પ્રોટીન હોય છે અને ગોળ સાથે તેનું મિશ્રણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તે શરીરને ગરમ રાખવા ઉપરાંત લાંબા સમય સુધી ઉર્જા પણ જાળવી રાખે છે. આ બનાવવા માટે, શેકેલી મગફળીને ઓગાળેલા ગોળમાં મિક્સ કરો અને તેને સેટ થવા દો. ઠંડુ થાય એટલે તેના ટુકડા કરી લો.
૪. દૂધ સાથે ગોળ
શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવાનો સૌથી સહેલો રસ્તો ગરમ દૂધમાં ગોળ ભેળવીને પીવો છે. તે પાચનમાં સુધારો કરે છે અને અનિદ્રા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ફક્ત ગરમ દૂધમાં ગોળ ઉમેરીને સૂતા પહેલા પીવાનું છે. આનાથી શરીરને આરામ મળશે અને ઊંઘ સારી આવશે.
૫. રોટલી સાથે ગોળ
શિયાળામાં રોટલી અને ગોળ અને ઘીનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે. તે ફક્ત સ્વાદિષ્ટ જ નથી, પણ શરીરને ઉર્જા અને પોષણ પણ આપે છે. રોટલી પર થોડું ઘી લગાવીને ખાઈ શકો છો. તેને ભોજન અથવા નાસ્તામાં સામેલ કરી શકો છો.
ગોળ ખાવાના ફાયદા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMSIP કે સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકના સારા ભવિષ્ય માટે ક્યાં કરશો રોકાણ; જુઓ પૂરી ગણતરી
April 17, 2025 07:44 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech