સૌરાષ્ટ્ર-કચ્છના 10 સહિત રાજ્યના 46 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી, જુઓ કોની ક્યાં ટ્રાન્સફર થઈ

  • May 06, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સરકારના ઉપ સચિવ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના 10 સહિત રાજ્યના 46 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.


લીંબડીના દિનેશભાઈ પટેલને મહેસાણામાં બદલી

સૌરાષ્ટ્રમાં જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીના હિતેશ વાઘેલા ને જુનાગઢ મુકવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના ગાંધીધામના ચૌધરીને અબડાસામાં મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના દિનેશભાઈ પટેલને મહેસાણામાં બદલી કરવામાં આવી છે.


કેશોદના પાર્થ ગઢવીની મોરબી જિલ્લાના હળવદમાં ટ્રાન્સફર 

જુનાગઢ જિલ્લાના કેશોદના પાર્થ ગઢવીની મોરબી જિલ્લાના હળવદમાં ટ્રાન્સફર થઈ છે.અમદાવાદ જિલ્લાના ધંધુકાના હિંમતભાઈ ભુવાત્રાને બોટાદ જિલ્લાના રાણપુરમાં મૂકવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના ધાનપુરના રવચંદ રાઠવા ને જુનાગઢ મુકવામાં આવ્યા છે.


ધ્રોલના બ્રિજેશ સોજીત્રાને જોડીયામાં મૂકવામાં આવ્યા

જામનગર જિલ્લાના ધ્રોલના બ્રિજેશ સોજીત્રાને જામનગર જિલ્લાના જોડીયામાં મૂકવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના કુકાવાવના અલ્પેશ જોશીને જામનગર ખાતે પોસ્ટિંગ અપાયું છે. મોરબી જિલ્લાના વાંકાનેરના રિઝવાન કોંઢીયાને ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જામનગર જિલ્લાના કાલાવડના હાર્દિકસિંહ ગોહિલને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મૂકવામાં આવ્યા છે. જામનગરના નીતિન સરવૈયા ની બદલી અમરેલી જિલ્લાના રાજુલામાં કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા શ્રીમતી અંજલી ચૌધરી ની બદલી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં કરવામાં આવી છે.​​​​​​​

તાત્કાલિક ફરજ મુક્ત કરીને બદલીથી નિમણૂકની જગ્યાએ હાજર કરવાની સૂચના 

ગુજરાત વિકાસ સેવા વર્ગ 2 મા તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 46 અધિકારીઓની બદલી કરાયા પછી તેમને તાત્કાલિક ફરજ મુક્ત કરીને બદલીથી નિમણૂકની જગ્યાએ હાજર કરવાની સૂચના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application