રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પોલીસ દળમાં લોકરક્ષકોની ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા 9724 મહિલા તેમજ પુરુષ ઉમેદવારો પૈકી હથિયારી અને બિન હથિયારી લોકરક્ષકોને રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લા માં ફાળવી દેવા ગૃહ વિભાગ તેમજ ડીજી કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યા હતા તે પૈકી રાજકોટ શહેર ને કુલ 457 મહિલા તેમજ પુરુષ લોકરક્ષક ફાળવવામાં આવ્યા છે જેઓ હાજર થતા તેઓની નિમણૂક અંગેની કાર્યવાહી કરી આગામી ત્રીજી માર્ચથી તમામની તાલીમનો પ્રારંભ થઈ જશે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્યના પોલીસ બેડામાં વર્ષોથી જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પોલીસની સ્ટેન્થના પ્રમાણમાં સતત ઘટાડો અને કર્મચારીઓની ખેંચ ને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા કુલ 9724 બિન હથિયારી અને હથિયારી લોકરક્ષક અંગેની ભરતી કરવા મંજૂરી આપી હતી જે ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
લોકરક્ષક ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોને અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં ફાળવણી કરવા તેમજ નિમણૂક આપવા અંગે ડીજી કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યા હતા જેના પગલે રાજકોટ શહેર માં કુલ 457 મહિલા તેમજ પુરુષ લોકરક્ષકને ફાળવવામાં આવ્યા હતા.
આ લોકરક્ષક વર્ગ ત્રણમાં ભરતી થયેલા ઉમેદવારો પૈકી રાજકોટને 457 લોકરક્ષક ફાળવવામાં આવ્યા છે તેમાં 141 બિન હથિયારી પુરુષ લોકરક્ષક તેમજ 69 બીન હથિયારી મહિલા લોકરક્ષક ને નિમણૂક અપાય છે જ્યારે 166 હથિયારી લોકરક્ષક પુરુષ તેમજ 81 હથિયારી મહિલા લોકરક્ષક ને નિમણૂક પત્ર આપી દેવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કુલ 9724 લોકરક્ષકની ભરતી કરી હતી તેમાં હથિયારી અને બિન હથિયારી કુલ 3019 મહિલા ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે ત્યારે નિયુક્ત થયેલ તમામ મહિલા તેમ જ પુરુષ લોકરક્ષકોને તાલીમ માટે રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય માં બિન હથિયારી માં ભરતી થયેલ લોકરક્ષકને તાલીમ અર્થે જુનાગઢ તાલીમ મહાવિદ્યાલય ખાતે ટ્રેનિંગમાં મોકલવા તેમજ હથિયારી મહિલા તેમ જ પુરુષ લોકરક્ષકોને ચોકી ( સોરઠ) તાલીમ કેન્દ્ર મોકલવા તંત્ર દ્વારા આઠ માસની તાલીમ અર્થે રવાના કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી અને આગામી તારીખ 2/ 3 /26થી આ તમામ હથિયારી અને બિન હથિયારી લોકરક્ષકોની તાલીમ ની શરૂઆત થઈ જશે.