દરેડના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 450 પેટી ઝડપાઇ

  • October 09, 2023 12:17 PM 

સ્થાનીક પોલીસને અંધારામા રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકતા ચકચાર: રાજસ્થાની શખ્સોએ ભાડાના ગોડાઉનમાં શરાબનો જથ્થો સંગ્રહ કર્યો : 22.69 લાખનો મુદામાલ કબ્જે : શેખપાટ સીમમાં દારૂ-કાર મળી 5.53 લાખનો મુદામાલ જપ્ત : સુભાષપરામાં બે સ્થળે રેઇડ


જામનગર સ્થાનીક પોલીસને અંધારામા રાખીને શનિવારે મોડી રાત્રીના સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડી દરેડ વિસ્તારમાં ત્રાટકતા ભારે દોડધામ સાથે ખળભળાટ મચી ગયો હતો, રાજસ્થાની શખ્સોએ અહીં ભાડાના ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઉતારીને કટીંગ કરતા હતા એવી બાતમીના આધારે મોનીટરીંગ સેલ દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની 5400 બોટલ (450 પેટી), કિ. 22.69 લાખનો મુદામાલ કબ્જે કરી ચાર સામે ગુનો નોંઘ્યો હતો, જયારે શેખપાટ પાસે એલસીબીએ શરાબનો જથ્થો અને કાર ઝડપી લીધી હતી, તેમજ સુભાષપરામાં દારૂ સાથે બે ઝપટમાં આવ્યા હતા.


જામનગર નજીક દરેડ જીઆઇડીસી, શિવમ પાર્ક, ભવાની ફાર્મ નજીક ગોડાઉન પ્લોટ નં. 160માં કેટલાક શખ્સોએ ગોડાઉન ભાડે રાખીને પોતાના આર્થીક ફાયદા માટે ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતારીને સંગ્રહ કર્યો છે, અહીં જથ્થો રાખીને કટીંગ કયર્િ બાદ અન્ય સ્થળે વેચાણ કરવામાં આવે છે એવી ચોકકસ બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરનેન મળી હતી, જેના આધારે શનિવારે મોડી રાત્રીના સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડી દરેડના ગોડાઉનમાં ત્રાટકી હતી.


દરોડા દરમ્યાન મેકડોવેલ્સ નં. 1ની 3384 બોટલ તથા ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની 2016 બોટલ મળી કુલ વિદેશી દારૂની 5400 બોટલ કિ. 22.69.800નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ. સાજણ વિરાભાઇ દ્વારા પંચ-બીમાં વિદેશી દારૂનો ધંધો ચલાવનાર-કટીંગ કરનાર મુખ્ય આરોપી રાજસ્થાન સાંચોર જીલ્લાના ચિતલવાડા તાલુકાના દાવલ ડેડવા રોડ ખાતેના વતની અનિલ સાઉ (બિશ્નોઇ), દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી ગોગી જબરામ બિશ્નોઇ, રાજસ્થાનના બાડમેરના, હાલ સત્યમપાર્ક, દરેડ ગોડાઉન ભાડે રાખી જથ્થો સંગ્રહ કરનાર રામનારાયણ અર્જુનસિંહ અને ગોડાઉનથી દારૂનો જથ્થો ભરી જનાર ડ્રાઇવર રાજસ્થાનના સરવાના થાણા, ડેડુસન ગામના મુકેશકુમાર સુખરામ હરલાલ ગોદારા આ ચારેયની વિરુઘ્ધ પ્રોહી. મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ આર.એસ. પટેલ, એએસઆઇ વિજયભાઇ, સાજણભાઇ વિગેરે ટીમ દ્વારા જામનગર શહેરમાં ઓવરબ્રીજ પર ગાડી રોકી તપાસ કરતા મુકેશકુમાર પાસેથી દારૂનો જથ્થો મળી આવતા દરેડ ગોડાઉનમાંથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતું, આથી બાતમીવાળી જગ્યાએ રેઇડ પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી, આરોપીઓએ પુર્વયોજીત કાવત રચી ગોડાઉનમાં જથ્થો સંગ્રહ કર્યો હતો, ગોડાઉનના માલિક અંગે તપાસ-તજવીજ હાથ ધરી હતી જે મુળ તરસાઇના અને ગોડાઉન પોતાના બનેવી કૃષ્ણનગર ખંભાળીયાનું હોવાનું અને આ ગોડાઉન રાજસ્થાનના રામનારાયણને ભાડાથી આપેલ હોવાનું ખુલ્યુ હતું.


બીજા દરોડામાં એલસીબી પીઆઇ ચૌધરી તથા સ્ટાફના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના હરદીપ ધાંધલ, મયુરસિંહ પરમાર, હરદીપ બારડને હકીકત મળેલ કે, જામનગરના રણજીતસાગર રોડ, પ્રણામીનગરમાં રહેતો મહાવીરસિંહ ઉર્ફે માવલો દેવાજી જાડેજા નામનો શખ્સ શેખપાટ ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારીને વેચાણ કરે છે, જેના આધારે ત્યાં રેઇડ પાડીને ઇંગ્લીશ દારૂની 384 બોટલ, સ્વીફ કાર નં. જીજે-37-બી-9592 મળી 5.53.600નો મુદામાલ કબ્જે કર્યો હતો, જયારે આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત જામનગર શંકરટેકરી સુભાષપરા શેરી નં. 2માં રહેતા સંજય રમેશ સોઇગામાના મકાને સીટી-સી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની 3 બોટલ કબ્જે કરી હતી, જયારે સુભાષપરામાં રહેતા નયન મનસુખ ચૌહાણને ત્યાં દરોડો પાડીને અંગ્રેજી દારૂની બે બોટલ મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application