તેને કોઈ સાથે દુશ્મની નહોતી...રાજકોટમાં ડ્રાઈવિંગની નોકરી પૂરી કરી ઘરે આવતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, ભાઈએ વ્યથા ઠાલવી

  • April 04, 2025 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં યુવાનની કરપીણ હત્યાથી ખળભળાટ મચી ગયો છે. વિમલ ધનજી કોળી નામના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.


અજાણ્યા શખસોએ યુવાનને રહેંસી નાખ્યો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યાની ઘટના માર્કેટિંગ યાર્ડ પાસે બની હતી. મૃતક વિમલ કોઠારિયા રોડ પર રહેતો હતો. હત્યારાઓએ તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘા માર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાના કારણો હજુ અકબંધ છે, પરંતુ પોલીસને શંકા છે કે આ હત્યા અંગત અદાવતમાં થઈ હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હત્યારાઓની ઓળખ થઈ શકે.


મારો ભાઈ શાંત સ્વભાવનો હતો
મૃતકના ભાઈ મુકેશભાઈએ જણાવ્યું હતું કે, મારો ભાઈ શાંત સ્વભાવનો હતો. તેને કોઈ સાથે દુશ્મની નહોતી. મને નથી ખબર કે તેને કોણે અને શા માટે માર્યો. પોલીસ આ હત્યા કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં હત્યારાઓને પકડી લેવાનો દાવો કર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application