ઉનાનાં અહેમદપુર નજીક બાઈકનાં ચોરખાનામાં છૂપાવેલો ૪૨૮ બોટલ દારૂ ઝડપાયો

  • May 09, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ બી.મોરી, પ્રફુલભાઈ વાઢેર, આર.વી.ગઢિયા, પોલીસ કોન્સ્ટેબલ સંદિપ ઝણકાટ, મહિલા પોલીસ દેવિબેન રામએ ઉનાના અહેમદપુર માંડવી ચેક પોસ્ટ આગળ ઘોઘલાથી બુલેટ મોટર સાઈકલ ઉપર આવતા ૧ ધર્મેશ નાનજી બાબરિયા રે.ઉના, ઋત્વિક વિરજીભાઈ વાજા રે.ઉના, મંજુબેન મંગાભાઈ પરમાર રે.ગાંગડા તા.ઉના વાળાને રોકી તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકા અને મોટર સાઈકલના ચોર ખાના બનાવી તેમાં રાખેલ વિદેશી દા‚ની બોટલો નંગ ૪૨૮ બે મોબાઈલ ફોન, બે મોટર સાઈકલ મળી કુલ ‚પિયા ૧ લાખ ૬૧ હજાર ૪૫૦ના મુદામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પૂછપરછ કરતા આ દા‚નો જથ્થો ઘોઘલાના જય અંબે બારના ધર્મેન્દ્ર જેઠાભાઈ બારિયાએ આપેલ હતો તેની સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application