રાજ્યમાં ત્રણ વર્ષમાં સાયબર ક્રાઈમના 4236 કેસ: એક પણ સાબિત નહીં

  • December 15, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સાયબર ક્રાઈમ રોકવા માટે અતિ આધુનિક વ્યવસ્થા પોલીસ તંત્ર પાસે હોવાનો દાવો ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લ ા ત્રણ વર્ષમાં 4236 સાઈબર ક્રાઈમ થયા છે તેમાંથી એક પણ કેસમાં ગુનેગારને સજા મળી નથી કારણ કે એક પણ કેસ પુરવાર થયા નથી કે કોઈને દોષિત ઠેરવી શકાયા નથી.


ગુજરાતમાં સાઇબર ક્રાઇમના ગુનાઓ ઉકેલવામાં દેશમાં મોખરે હોવાનો દાવો થાય છે કરોડોના ખર્ચે સિસ્ટમ ઊભી કરી છે પરંતુ સાયબર ક્રાઇમના એક પણ કેસ સાબિત નહીં થતા અપરાધી ને પકડવામાં નિષ્ફળતા મળી છે લોકસભામાં 12 મી ડિસેમ્બરે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના ઓનલાઈન ફ્રોડ સહિતની સાયબર ક્રાઇમના કેસ અને ગુનેગાર વિશેની સ્થિતિની પોલ ખોલવા પામી છે દર વર્ષે 1300 જેટલા કેસ થાય છે તેમાં ચાર્જશીટ કરાતી હોય છે તેવા કેસની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે .

આ બધા વચ્ચે આશ્ચર્ય પ્રમાણે તેવી વાત એવી છે કે ગુજરાત પાસે જેવી આધુનિક ટેકનોલોજી છે છતાં ગુના ઉકેલતા નથી પરંતુ જે રાજ્યો પાસે આવી કોઈ ટેકનોલોજી નથી તેવા રાજ્યોમાં શ્રેષ્ઠ  કામગીરી જોવા મળી રહી છે. જેમાં 2022 માં આંધ્રપ્રદેશમાં 13 કેસમાં ગુનેગાર સાબિત કરાયા છે તેવી જ રીતે આસામમાં સાત, 36 મધ્ય પ્રદેશમાં 78 પંજાબમાં ત્રણ અને ઉત્તર પ્રદેશમાં 1068 કેસમાં ગુનેગારો ઠરાવાયો છે.
સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનો સાયબર ક્રાઇમના એક પણ કેસમાં ગુનેગારોને સજા થઈ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application