જામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૪૧ જુગારીની અટકાયત

  • August 14, 2024 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૪૧ જુગારીની અટકાયત


જામનગર શહેર, જીલ્લામાં જુગાર અંગે સાત સ્થળોએ પોલીસે દરોડા પાડી   ૪ મહિલા સહિત ૪૧ની રોકડ સહિતના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી. જામનગરના નહેરુનગર, શંકરટેકરી, ખીલોશ, બબરજર, નાની વાવડી, ગીંગણી રોડ અને નથુવડલા સીમમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

જામનગરના અંધાશ્રમ પાછળ નહે‚નગરમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા જીતુભા ઇન્દ્રજીતસિંહ ગોહીલ, રવિ સુરેશ લાલવાણી, લલીતાબેન કેશુભા રાઠોડ, શારદાબેન રામજી લાલવાણી, ગીતાબેન કૌશિક ચારેલા અને ગીતાબેન લાલજી દેત્રોજાની અટકાયત કરી ૧૦૨૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

બીજા દરોડામાં શંકરટેકરી રામનગર વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા જીતેન્દ્ર રમેશ નાખવા, ધિરેન પ્રવિણ રાઠોડ, ચિરાગ મહેન્દ્ર ગોરી, અશ્ર્વીન જીતેન્દ્ર નાખવા, પ્રકાશ ગોવિંદ પરમાર અને દિપક જીતેન્દ્ર નાખવા નામના શખ્સોને રોકડા ૧૦૬૧૦ સાથે દબોચી લીધા હતા.

તેમજ ખીલોશ ગામમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા હનીફ સતાર બાબી, જયંતી ત્રિકમ વાઘેલા, નયન પ્રવિણ વાઘેલા, મનસુખ વાલદાસ મકવાણા, વસંત વાલદાસ મકવાણા, અબ્દુલ કાદર યુનુસ બાબીને રોકડા ૨૩૪૫૦, ૬ મોબાઇલ અને ગંજીપતા મળી ૨૭૩૫૦ સાથે ઝડપી લીધા હતા, જયારે જામજોધપુરના ગીંગણીથી માલવડા રોડ પર જાહેરમાં તિનપતીનો જુગાર રમતા બધા કાના સરવૈયા, પ્રફુલ મનસુખ સાંધલપરા, લલીત કાના સરવૈયા, અનિલ રતી વરાણીયા, રમેશ વિરમ રાઠોડ, દિનેશ મનજી સરવૈયાને રોકડા ૧૧૮૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. 

આ ઉપરાંત ધ્રોલના નથુવડલા કોબુ સીમમાં પાના ટીંચતા કરણા ડાયા, મેવાડા, હસમુખ અમરશી કગથરા, રાહુલ રાજેશ કબીરા, ‚ડા ડાયા બાંભવા, અશ્ર્વીન જમન તંબોલીયા, જાહીર લાલુ માવી, મિલીંગ નેવજી બાંભણીયાને પકડી પાડી ૧૧૦૬૦ની રોકડ અને ગંજીપતા કબ્જે લીધા હતા. તેમજ લાલપુરના બબરજર વાડી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા દિલીપ પરસોતમ પાઠક, ગોવિંદ વલ્લભ પાઠક, અનિલ રાયદે બંધીયા, દિનેશ ગોવા લાખોતરા તથા ખીમા ભાયા ચાવડાને રોકડા ૧૨૧૫૦ સાથે દબોચી લીધા હતા. 

અન્ય દરોડામાં નાની વાવડી નદી કાંઠે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા સંદીપ વશરામ ખરા, મુળા અમરા રાતડીયા, નરેશ રામજી બથવાર, દિનેશ અમરા રાતડીયા, સાગર બધા રાતડીયાને રોકડા ૫૭૩૦ અને બે મોબાઇલ સાથે કાલાવડ પોલીસે પકડી લીધા હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application