કેનાડાના 41 રાજદ્વારીઓને ભારતમાંથી હટાવાયા

  • October 20, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડાના વિદેશ પ્રધાને ગુરુવારે જણાવ્યું હતું કે ભારત સરકારે તેમની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરશે તેવું કહ્યું પછી દેશના 41 રાજદ્વારીઓને ભારતમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉપ્નગરીય વેનકુવરમાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યામાંબ ભારત સામેલ હોઈ શકે તેવા કેનેડાના આરોપો પછી આ પગલાં લેવામાં આવ્યા છે. એસોસિએટેડ પ્રેસે અગાઉ અહેવાલ આપ્યો હતો કે ભારતે કેનેડાને દેશમાંથી તેના 62 રાજદ્વારીઓમાંથી 41ને દૂર કરવા જણાવ્યું હતું. વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે જણાવ્યું હતું કે 41 રાજદ્વારીઓ અને તેમના આશ્રિતોને દૂર કરવામાં આવ્યા છે.
જોલીએ કહ્યું કે ભારતમાં જ રહેશે તેવા 21 કેનેડિયન રાજદ્વારીઓ માટે અપવાદ કરવામાં આવ્યો છે, તેમની ડિપ્લોમેટિક ઇમ્યુનિટી રદ કરવામાં આવી નથી. જોલીએ કહ્યું કે રાજદ્વારી પ્રતિરક્ષા દૂર કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે, અને તે કારણસર કેનેડા ભારતના કેનેડાના રાજદ્વારીઓને હટાવીને બદલો લેશે નહીં.


જોલીએ કહ્યું, એકતાલીસ કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના 42 આશ્રિતો તેમની ઇમ્યુનિટી છીનવાઈ જવાના જોખમમાં હતા અને તેનાથી તેમની વ્યક્તિગત સલામતી જોખમમાં મૂકાઈ જવાનો ભય હોવાથી અમારા રાજદ્વારીઓ અને તેમના પરિવારોને કેનેડા પરત બોલાવી લેવામાં આવ્યા છે.જોલીએ કહ્યું કે ભારતનો નિર્ણય બંને દેશોના નાગરિકોને સેવાઓના સ્તરને અસર કરશે. તેણીએ કહ્યું કે કેનેડા ચંદીગઢ, મુંબઈ અને બેંગ્લોરમાં વ્યક્તિગત સેવાઓને અટકાવી રહ્યું છે.


ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ અગાઉ ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓમાં ઘટાડો કરવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ કેનેડામાં ભારતના કર્મચારીઓની સંખ્યા કરતા વધારે છે.કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા મહિને કહ્યું હતું કે વાનકુવરની બહાર, સરેમાં જૂનમાં માસ્ક પહેરેલા બંદૂકધારીઓ દ્વારા માયર્િ ગયેલા 45 વર્ષીય શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સંડોવણીના વિશ્વસનીય આરોપો છે.ભારતે કહ્યું હતું કે ભારતમાં જન્મેલા કેનેડિયન નાગરિક નિજ્જરનો આતંકવાદ સાથે સંબંધ હતો, નિજ્જરે આરોપ નકારી કાઢ્યો હતો. આ મુદે બંને દેશો વચ્ચે તંગદીલી ઉભી થઇ હતી અને સંબંધો વણસી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application