રાજ્યના ૪૦૦ ખેલાડીઓ કાંડાનું કૌવત દેખાડશે

  • May 26, 2023 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૨૫ થી ૨૮ મે સુધી જામનગર શહેરની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે.જે ટુર્નામેન્ટનો સાંસદ પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો હતો.


આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે ટુર્નામેન્ટ અંગેની ઝીણવટભરી વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે જામનગર રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું શહેર છે તેમજ જામનગરવાસીઓ આ પ્રકારના આયોજનોને ખૂબ જ ઉત્સાહથી વધાવે છે.યુવાઓએ જીવનમાં અવશ્ય કોઈ સ્પોર્ટને પસંદ કરી તેને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. આવી સ્પર્ધાઓના માધ્યમથી જ આપણને શ્રેષ્ઠતમ ખેલાડીઓ પ્રાપ્ત થાય છે. જામનગરના આંગણે આ સ્પર્ધાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમરસતાથી એક તાંતણે જોડાશે તેમ પણ સાંસદે ઉમેર્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના આંગણે સૌપ્રથમ વાર યોજાવા જઈ રહેલ આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી ૪૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેશે.જેમાં ભાઈઓની ટુર્નામેન્ટ માટે ગૃપ પએથ માં ભાવનગર, કચ્છ, મોરબી, ગૃપ પબીથ માં અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, ગૃપ પસીથ માં વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરત, ગૃપ પડીથ માં રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર જ્યારે ગૃપ પઇથ માં અમરેલી તથા આણંદની ટીમો જોડાશે.જ્યારે બહેનો માટે ગૃપ પએથમાં અમદાવાદ, દેવભુમિ દ્વારકા, જામનગર, ગૃપ પબીથ માં પાટણ, વડોદરા, મોરબી, ગૃપ પસીથ માં ભાવનગર, આણંદ, રાજકોટ, ગૃપ પડીથ માં ભરૂચ, અમરેલી, સુરતની ટીમો જોડાઈ પોતાનું કૌવત દાખવશે. જામનગરના નાગરીકો સવારે ૭.૦૦ થી ૧૧.૦૦ તેમજ સાંજે ૪.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે આ ટુર્નામેન્ટ નિહાળી શકશે. 

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સેક્રેટરી શફિક શેખ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોર્પોરેટર સુભાષ જોશી તથા પરાગ પટેલ, સુનિલ ઠાકર તેમજ બાસ્કેટબોલ સ્ટેટ તથા ડિસ્ટ્રીક્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application