BREAKING NEWS

ભારે વરસાદને કારણે રેલવે સેવાઓ પ્રભાવિત, પશ્ચિમ રેલવેની 4 ટ્રેનો રદ

  • July 08, 2026 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે વરસાદને કારણે રેલવે સેવાઓ પ્રભાવિત, પશ્ચિમ રેલવેની 4 ટ્રેનો રદ

જામનગર: મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના નવસારી–મરોલ રેલવે સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતા પશ્ચિમ રેલવેની રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થઈ છે. પાણી નીકળે અને ટ્રેક સુરક્ષિત થાય ત્યાં સુધી રેલવે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નીચેની ટ્રેનો રદ રહેશે:

1.  ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે તારીખ 08.07.2026 ના રોજ હાપા થી ઉપડવાની હતી, તે રદ રહેશે.
2.  ટ્રેન નંબર 19252 ઓખા – વેરાવળ એક્સપ્રેસ, જે તારીખ 08.07.2026 ના રોજ ઓખા થી ઉપડવાની હતી, તે રદ રહેશે.
3.  ટ્રેન નંબર 19251 વેરાવળ – ઓખા એક્સપ્રેસ, જે તારીખ 09.07.2026 ના રોજ વેરાવળ થી ઉપડવાની હતી, તે રદ રહેશે.
4.  ટ્રેન નંબર 22946 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ, જે તારીખ 10.07.2026 ના રોજ ઓખા થી ઉપડવાની હતી, તે રદ રહેશે.

રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે પરિસ્થિતિનો સત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રેક પરથી પાણી ઉતર્યા બાદ અને સલામતી ચકાસણી બાદ જ ટ્રેનોનું સંચાલન ફરી શરૂ કરવામાં આવશે. 

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પર નીકળતા પહેલા 139 હેલ્પલાઈન અથવા IRCTC વેબસાઈટ પર ટ્રેનની અપડેટ સ્થિતિ ચકાસી લે. અસુવિધા બદલ રેલવે તંત્ર મુસાફરોની માફી માંગે છે અને સહયોગની અપેક્ષા રાખે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application