સુરત જિલ્લામાં મોડીરાત્રે વધુ એકવાર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. માંડવી તાલુકાના સઠવાવ ગામ નજીક પસાર થતાં માંડવી ઝંખવાવ રોડ પર રાત્રે દોઢ વાગ્યા આસપાસ ટ્રક અને પીકઅપ બોલેરો અથડાયા હતા. જેને પગલે પીકઅપમાં સવાર ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય 5 ઇજાગ્રસ્તો માંડવી તાલુકાની રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમ્ખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે શ્રમિકો ભરેલી બોલરો પીકવાન જઇ રહી હતી ત્યારે સામેથી આવી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 5 શ્રમિકોને ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બોલેરોવાનમાં 9 શ્રમિકો મુસાફરી કર્યા હતા.
બંને વાહનોના ડ્રાઇવરોની તપાસ કરવામાં આવશે
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તો અને મૃતકોની ડેડબોડીને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. માંડવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોડીરાત્રે સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઇવરોની તપાસ કરવામાં આવશે. જો કોઇ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી રહ્યું હોવાનું સાબિત થશે તો તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવામાં આવશે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
મળતી માહિતી મુજબ, મૃતકો અને ઇજાગ્રસ્તો તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. માંડવી પોલીસે ચારેય મૃતકનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગરમાં ચોથા દિવસે આઇટી વિભાગનું સર્ચ: ઉધોગપતિના બંગલામાંથી સિક્રેટ રૂમ મળ્યો
February 21, 2025 03:27 PMમોરબી રોડ પર જાહેરમાં યુવાનને છરીના ઘા ઝીંકયા: વીડિયો વાયરલ
February 21, 2025 03:26 PMક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપાયું: રાકેશ રાજદેવ,મીતના નામ ખુલ્યા
February 21, 2025 03:25 PMકોસ્મોપ્લેકસની નજીક બસમાં ધડાકાભેર બુલેટ અથડાઈ: બે ભાઈઓને ગંભીર ઇજા
February 21, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech