રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે વીંછિયાના પાળીયાદ રોડ પરથી શંકાસ્પદ માલવાહક આઇસરને અટકાવી તેમાં તપાસ કરતા આ આઇસરમાંથી ૨૩૧ ચોખાની બોરી અને ૪૦ ઘઉંની બોરી સહિત કુલ ૧૪.૫૬૫ ટન શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આઇસર ચાલકને આ બાબતે પૂછતા વીંછિયાના શખસે આઇસરમાં આ માલ ભરી આપ્યો હોય અને બાવળા પહોંચાડવાનુ કહ્યું હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે પુરવઠા વિભાગને જાણ કરી અનાજનો આ જથ્થો સસ્તા અનાજની દુકાનેથી બારોબાર કાળા બજાર થઈ રહ્યો હતો કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરી હેઠળ પી.એસ.આઇ.બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ વીંછિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વીંછીયાના પાળીયાદ રોડ પર માંડવરાય હોટલ પાસેથી એક શંકાસ્પદ માલવાહક આઇસર પસાર થતા પોલીસે આ વાહન અટકાવ્યું હતું.
વાહનની તલાસી લેતા તેમાં તાળપત્રી બાંધેલી હોય જે હટાવતા ચોખાની ૨૩૧ બોરી અને ઘઉંની ૪૦ બોરી સહિત ૧૪.૫૬૫ ટન અનાજનો જથ્થો મળી આવ્યો હતો. અનાજના આ જથ્થા બાબતે પોલીસે વાહન ચાલક મેલા ભીખાભાઈ આલગોતર(ઉ.વ ૩૦ રહે. મોટા માત્રા તા.વીંછિયા) ની પૂછતાછ કરી હતી પરંતુ તે આ અનાજના જથ્થા અંગે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેથી પોલીસે ૪.૩૬ લાખની કિંમતનો અનાજનો આ જથ્થો અને આઇસર સહિત કુલ રૂપિયા ૧૨.૩૬ લાખનો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.
પોલીસે વાહન ચાલકની સઘન પૂછતાછ કરતા વીંછિયામાં શીતળા માતાજીના ઢોરા પાસે રહેતા મનસુખ તલસાણીયા નામના શખસે આઇસરમાં આ જથ્થો ભરી આપ્યો હોય અને બાવળા પહોંચાડવા માટે કહ્યાનું તેણે રટણ કર્યું હતું જેથી પોલીસે વીંછિયાના આ શખસની પૂછતાછ કરવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ શંકાસ્પદ અનાજના જથ્થાને લઈ પોલીસે પુરવઠા વિભાગને પણ જાણ કરી હતી.
એસોજીની આ કામગીરીમાં એએસઆઈ જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઈ નિરંજની, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, અરવિંદભાઈ દાફડા, ભગીરથસિંહ જાડેજા, અમિતભાઈ કનેરિયા, વિજયભાઈ ગોસ્વામી, શિવરાજભાઈ ખાચર અને ચિરાગભાઈ કોઠીવાર સાથે રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech