50 બંધકોના બદલામાં ગાઝામાં 4 દિવસ યુદ્ધ વિરામ

  • November 22, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાઝા પટ્ટી પર ઈઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્ય પૂર્વમાં છ અઠવાડિયાથી ચાલી રહેલું યુદ્ધ બંધ થવા જઈ રહ્યું છે. ઇઝરાયેલી સરકારે ગાઝામાં બંધક બનાવવામાં આવેલી 50 મહિલાઓ અને બાળકોની મુક્તિના બદલામાં ચાર દિવસ માટે યુદ્ધ રોકવા માટે હમાસ સાથેના કરારને સમર્થન આપ્યું હતું. આ રીતે હમાસ સાથે ટૂંક સમયમાં યુદ્ધવિરામ થવા જઈ રહ્યો છે. કતારના પ્રયાસોથી આ યુદ્ધવિરામ શક્ય થઇ શક્યો છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.રોયટર્સના રિપોર્ટ અનુસાર યુદ્ધમાં મધ્યસ્થી કરી રહેલા કતાર, અમેરિકા, ઈઝરાયેલ અને હમાસના અધિકારીઓએ કહ્યું છે કે શાંતિ માટે સમજૂતીની ખૂબ જ જરૂર છે. ઈઝરાયેલની સરકારી માહિતી અનુસાર, 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ હમાસના લડવૈયાઓએ લોકોને બંધક બનાવીને ગાઝા પટ્ટીમાં લઈ ગયા હતા. ઇઝરાયેલનું માનવું છે કે હમાસે ગાઝા પટ્ટીમાં 200 થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, જેમાં વૃદ્ધ લોકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.

દરેક 10 બંધકોના બદલામાં યુદ્ધ વધુ એક દિવસ માટે બંધ રાખીશું
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાયર્લિય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાર દિવસના અંતરાલમાં 50 મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની લડાઈ પર પ્રતિબંધ રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુક્ત કરાયેલા દરેક વધારાના 10 બંધકો માટે યુદ્ધવિરામ વધુ એક દિવસ માટે લંબાવવામાં આવશે. જો કે, નિવેદનમાં પેલેસ્ટિનિયન બંધકોને બદલામાં મુક્ત કરવામાં આવશે કે કેમ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


કેબિનેટમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી
નેતન્યાહુના કાયર્લિયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’ઈઝરાયેલ સરકાર તમામ બંધકોને ઘરે લાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે રાત્રે તેણે તેના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રસ્તાવિત કરારને મંજૂરી આપી દીધી છે. વાસ્તવમાં, ઇઝરાયેલની કેબિનેટમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બંધકોની મુક્તિના બદલામાં હમાસ સાથે કરાર કરવાની વાત કરવામાં આવી હતી. ત્રણ સાંસદો સિવાય તમામે આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. આ ત્રણ સાંસદો યહૂદી પાવર પાર્ટીના સભ્યો છે અને સરકારમાં મંત્રી પદ પણ સંભાળી રહ્યા છે.

દરરોજ કેટલા લોકોને મુક્ત કરવામાં આવશે?
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ હમાસ સાથેના કરારને લઈને તમામ માહિતી મીડિયાને ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. પરંતુ ઈઝરાયેલના એક સરકારી અધિકારીએ કહ્યું છે કે આ કરાર હેઠળ ગાઝામાં જેલમાં બંધ 50 ઈઝરાયેલ નાગરિકોને મુક્ત કરવામાં આવશે. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. દરરોજ 12 થી 13 લોકોને મુક્ત કરી શકાય છે.


ઇઝરાયેલ અને હમાસ વચ્ચે પ્રથમ વખત કરાર
ગાઝામાં સતત બોમ્બ ધડાકા વચ્ચે આ પ્રથમ વખત છે જ્યારે ઈઝરાયેલ યુદ્ધ રોકવા માટે રાજી થયું છે. ગાઝામાં ઈઝરાયેલના બોમ્બ ધડાકામાં અત્યાર સુધીમાં 13,000થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માયર્િ ગયા છે. બોમ્બ વિસ્ફોટને કારણે 23 લાખની વસ્તીમાંથી બે તૃતીયાંશ લોકો બેઘર થઈ ગયા છે. આખી સરકારને એકત્ર કરીને પ્રસ્તાવ પર ચચર્િ કરતા પહેલા નેતન્યાહુએ તેમના યુદ્ધ કેબિનેટ સાથે બેઠક પણ કરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application