BREAKING NEWS

જામનગરની ૩૯ ટકા સરકારી શાળાને જ્ઞાન સાધના પરીક્ષાની પસંદગી યાદીમાં સ્થાન નહીં..!

  • March 28, 2026 05:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ૩૯ ટકા સરકારી શાળાને જ્ઞાન સાધના પરીક્ષાની પસંદગી યાદીમાં સ્થાન નહીં..!

૧૭ શાળાઓમાં ધો.૮માં વિધાર્થીઓના શિક્ષણમાં સુધારો અનિવાર્ય 

​​​​​​​
જામનગરની ૩૯ સરકારી શાળાને જ્ઞાન સાધના પરીક્ષાની પસંદગી યાદીમાં સ્થાન મળ્યું નથી. આથી આ ૧૭ શાળાઓમાં ધો.૮ માં વિધાર્થીઓના શિક્ષણમાં સુધારો કરવો જરૂરી છે. 

જામનગરની ગુજરાતી માઘ્યમની ધો.૮ ધરાવતી ૪૪ સરકારી શાળાઓના ધોરણ ૮ના વિધાર્થીઓના તા.૧૮ અને ૨૫ માર્ચના જ્ઞાન સાધના પરીક્ષના પ્રેકટીસ પેપર લેવામાં આવ્યા હતાં. આ બંને પેપરમાં સૌથી વધારે ગુણ મેળવનાર સમિતિના ટોપ ૧૨૦ વિધાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. પરંતુ ૪૪ સરકારી શાળા પૈકી ૧૭ શાળા એટલે કે ૩૯ ટકા શાળાના એકપણ વિધાર્થી જ્ઞાનસાધના પરીક્ષાના પ્રેકટીસ પેપરની સમિતિના ટોપ ૧૨૦ વિધાર્થીઓની યાદીમાં સ્થાન પામ્યો નથી એટલે કે આવ્યો નથી. જેના કારણે ધો.૮ માટેની જ્ઞાનસાધના પરીક્ષાની તૈયારીમાં આ ૧૭ શાળાના છાત્રો શા માટે ઉણા ઉતર્યા તે સવાલ જોરશોરથી ઉઠ્યો છે. આટલું જ નહીં આ ૧૭ શાળામાં શિક્ષણમાં સુધારો કરવા અનિવાર્ય હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જેના કારણે આગામી વર્ષોમાં જ્ઞાન સાધના તેમજ અન્ય પરીક્ષામાં પરિણામમાં સુધારો થાય. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News