ક્લાઈમેટ ચેન્જના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. તેનાથી વૈશ્વિક અર્થતંત્રને દર વર્ષે 38 લાખ અબજ ડોલરનું નુકસાન થશે. દક્ષિણ એશિયા અને આફ્રિકા સૌથી વધુ પ્રભાવિત થશે, 2050માં સરેરાશ આવકમાં લગભગ 22 ટકાનો ઘટાડો થશે. એટલું જ નહીં આગામી 25 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને લગભગ 19 ટકા આવકનું નુકસાન થવાની ધારણા છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં આ નુકસાન 20 થી 25 ટકા હોઈ શકે છે. જર્મનીની પોટ્સડેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચના વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં દાવો કરીને આશંકા વ્યક્ત કરી છે કે ક્લાઈમેટ ચેન્જથી લગભગ તમામ દેશોમાં ભારે આર્થિક નુકસાન થશે. વિશ્વને સરેરાશ તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યિદિત કરવા માટે 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 43 ટકાનો ઘટાડો કરવાની જરૂર છે.
અધ્યયન અનુસાર, નબળા દેશો, જે આબોહવા પરિવર્તન માટે સૌથી ઓછા જવાબદાર છે, તેઓ આ ફેરફારોથી સૌથી વધુ પીડાય છે. સમૃદ્ધ દેશોની સરખામણીમાં આ દેશોને કમાણીમાં 60 ટકાથી વધુનું નુકસાન થઈ શકે છે. કમનસીબે, આ દેશો પહેલાથી જ આ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમની પાસે આને અનુકૂળ થવા માટે બહુ ઓછા સંસાધનો છે.
અભ્યાસના મુખ્ય લેખક એન્ડર્સ લિવરમેનના જણાવ્યા અનુસાર, આ બધા આપણા ભૂતકાળના ઉત્સર્જનનું પરિણામ છે. આપણે કાર્બન ઉત્સર્જનમાં તીવ્ર અને તાત્કાલિક ઘટાડો કરવાની જરૂર છે.વર્લ્ડ મીટીરોલોજિકલ ઓર્ગેનાઈઝેશનના સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ 2023ના અહેવાલ મુજબ, ગ્રીનહાઉસ ગેસનું સ્તર, સપાટીનું તાપમાન, સમુદ્રનું ઉષ્ણતામાન અને એસિડિફિકેશન અને દરિયાઈ સપાટીમાં વધારો 2023માં રેકોર્ડ ઊંચાઈએ પહોંચશે. તેથી વિશ્વને સરેરાશ તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવા માટે 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 43 ટકાનો ઘટાડો કરવાની જરૂર છે. જો ટૂંક સમયમાં પગલાં લેવામાં નહીં આવે તો બીજા ભાગમાં આપણે મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે.
દક્ષિણ એશિયા અને આફ્રિકન દેશો વધુ પ્રભાવિત
અભ્યાસ અનુસાર, આ આર્થિક નુકસાનથી દક્ષિણ એશિયાઈ અને આફ્રિકન દેશો સૌથી વધુ પ્રભાવિત થશે. સાથે જ જર્મની, ફ્રાન્સ અને અમેરિકા જેવા વિકસિત દેશોને પણ અસર થશે. સંશોધકોએ જણાવ્યું હતું કે અંદાજિત નુકસાન ખૂબ જ મોટું છે અને સરેરાશ તાપમાનમાં વધારો બે ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ખર્ચ કરતાં લગભગ છ ગણો વધારે છે.
સંશોધકોએ 40 વર્ષનો ડેટા અભ્યાસ કર્યો
સંશોધકોએ છેલ્લા 40 વર્ષોમાં વિશ્વભરના 1,600 થી વધુ પ્રદેશોના હવામાન અને આર્થિક ડેટાનો અભ્યાસ કર્યો હતો. ડેટાના વિશ્લેષણના આધારે તેમણે કહ્યું કે વૈશ્વિક આવકમાં ઘટાડો 11 ટકાથી 29 ટકાની વચ્ચે હોઈ શકે છે. તે વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં અનિશ્ચિતતાઓ અને ડેટા પર આધાર રાખે છે. ચિંતા વ્યક્ત કરતાં સંશોધકોએ કહ્યું કે આ નુકસાન મોટા પાયે થવાની ધારણા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથ મહોત્સવનો આજે સાંજે મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
February 24, 2025 10:33 AMછોટીકાશીમાં મહાશિવરાત્રીના પર્વે શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન
February 24, 2025 10:28 AMદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech