ગુજરાત સરકારે કર્મચારીઓની ભરતી માટે કેલેન્ડર બનાવી પરીક્ષાઓ લીધી છે અને ભરતી પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ હજી સુધી કોઇ નિમણૂકો થઇ શકી નથી. છેલ્લા બે વર્ષમાં ટેકનિકલ વર્ગોમાં 2800 જગ્યાઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નવી 3500 જગ્યાઓ ઉભી કરી ભરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા આગામી 10 વર્ષ માટે ભરતીનું કેલેન્ડર આખરી કરવામાં આવ્યું છે જે અન્વયે સરકારના વિભાગમાં 2023ના વર્ષમાં વિવિધ વર્ગોની 3052 ખાલી જગ્યાઓ ભરવાની થતી હતી પરંતુ આ તમામ જગ્યાઓમાં હજી સુધી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે.
સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3ની 3000 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે.એ ઉપરાંત મહેસૂલ વિભાગ હેઠળ કલેક્ટર કચેરીમાં આવતી મહેસૂલી ક્લાર્ક વર્ગ-3ની 590 જગ્યાઓ પર હજી પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકારે કુલ 30થી વધુ વિભાગોમાં આ ખાલી જગ્યા ભરવાની થતી હતી.
ગયા વર્ષે સામાન્ય વહીવટ વિભાગમાં અંગ્રેજી સ્ટેનોની 89 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે જેનું પરિણામ આવતાં માત્ર 58 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના 28 વિભાગોમાંથી કોઇ વિભાગ એવો નથી કે જ્યાં સંપૂર્ણ સ્ટાફ કાર્યરત છે. તમામ વિભાગોમાં 10 ટકા થી 70 ટકા સુધીના સ્ટાફની અછત છે.
માત્ર સચિવાલયના વિભાગો જ નહીં, જિલ્લા પંચાયત, જિલ્લા કલેક્ટર કચેરી, નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ ખાલી પડેલી જગ્યાઓ પર વધારાના હવાલા સોંપવામાં આવેલા છે. સરકારે વિભાગો પાસેથી ખાલી જગ્યાઓ તો મંગાવી છે પરંતુ ભરતીની પ્રક્રિયા એટલી બઘી ધીમી છે કે પરીક્ષા લેવાયા પછી પણ ઉમેદવારોને નિમણૂકપત્રો આપી શકાયા નથી.
ટેકનિકલના વર્ગોમાં છેલ્લા બે વર્ષમાં ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે પરંતુ હજી સુધી પૂર્ણ થઇ નથી પરિણામે 2800 ખાલી જગ્યાઓ હજી સુધી ભરાઇ શકી નથી. જેમાં સ્ટેનોગ્રાફર, મ્યુનિસિપલ ઇજનેર, વિદ્યુત શૂલ્ક નિરીક્ષક, મહેસૂલી સર્વેયર, શહેરી વિકાસ વિભાગના સર્વેયર સહિત વર્ગ-3ના અધિકારીઓની ભરતી કરવાની થતી હતી.
રાજ્યના અલગ અલગ વિભાગોમાં 3500 જેટલી જગ્યાઓની ખાલી જગ્યાઓ પર આ વર્ષે ભરતી કાર્યક્રમ જાહેર થશે જેમાં ગૃહ, ઉદ્યોગ, કૃષિ અને સહકાર, નાગરિક પુરવઠા, સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય, વન અને પયર્વિરણ, શ્રમ-રોજગાર, નર્મદા અને જળસંપત્તિ, રમત ગમત અને શહેરી વિકાસનો સમાવેશ થાય છે. સૌથી વધુ કૃષિમાં ખેતી મદદનીશની 436 ખાલી જગ્યાઓ પૂરવાની થાય છે, જ્યારે ટેકનિકલ આસિસ્ટન્ટની 245 જગ્યાઓ નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં છે.
નાણાકીય વર્ષ 2023-24માં વિવિધ વર્ગોની ખાતાકીય પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે પરંતુ હજી પરીક્ષાનું પરિણામ આવ્યું નથી. આ વર્ગો મુખ્યત્વે નાયબ રાજ્ય વેરા કમિશનર કચેરીમાં રાજ્ય વેરા નિરીક્ષકની 436, બાગાયત નિરીક્ષકની 10 અને ગેરીમાં જૂનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટની 10 જગ્યાઓ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech