રાજકોટ જિલ્લામાં જુગારના છ દરોડામાં ૩૩ ઝડપાયા: ૩ ફરાર

  • August 19, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લામાં જુગારના અલગ–અલગ છ દરોડાઓમાં પોલીસે ૩૩ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. જામકંડોરણા, ધોરાજી, ગોંડલ, લોધિકા પોલીસે જુગારના આ દરોડા પડા હતા. દરોડા દરમિયાન ત્રણ શખસો નાસી ગયા હતા.
જુગારના આ દરોડાઓની જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઇ વી.એમ.ડોડીયા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અહીંના ચરેલ ગામે લાઈટના અજવાળે જુગાર રમતા ૧૦ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ઈશ્વર અગ્રાવત, હરપાલસિંહ ચુડાસમા, હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ભવદીપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા અને મજબૂતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૬,૬૮૦ કબજે કર્યા હતા.
લોધિકા પોલીસ મથકના સ્ટાફે અહીં લોધિકાની સીમમાં મેંગણી ગામે જવાના રસ્તે વાડી પાસે બાવળના ઝાડ નીચે જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા.જેમાં મુકેશ રૈયાણી, શૈલેષ રૈયાણી, ગિરીશ મોરલ, ગિરધર સાવલિયા, હસમુખ ફળદુનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૧,૨૦૦ કરજે કર્યા હતા.
ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસના સ્ટાફે અહીં જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં તુષાર પરમાર, મહાવીરસિંહ મકવાણા, જીતેન્દ્ર વાળા,મનીષ વાગડિયા, વિશાલ જાદવ, રાજુ જીંજરિયા અને શરદ સંગ્રામનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૬,૨૩૦ કબજે કર્યા હતા.
જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફે વાડસડા ગામની સીમમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં કિરીટ ચૌહાણ, અજય ચૌહાણ, રોહિત ચૌહાણ, દિલીપ ચૌહાણ, પ્રકાશ વાઘેલા અને રાજેશ ખોડાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૨,૪૦૦ કબજે કર્યા હતા ધોરાજી સીટી પોલીસે જમનાવડ રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમાં સલીમમીયા કાદરી, રહીમઅલી કાદરી, સરફરાજ અગવાનનો સમાવેશ થાય છે. ધોરાજી તાલુકા પોલીસે તોરણીયા ગામ પાસે જુના ફેરણી રોડ પર બાવળના ઝાડ નીચે જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમાં નરેશ મકવાણા, ચંદુ પરમાર અને અમરસિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે યારે રમેશ ચુડાસમા, પ્રવીણ ચુડાસમા અને વિપુલ મકવાણા નાસી ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application