રાજકોટના લોકમેળા માટે ખાણીપીણીના 32 સ્ટોલ્સ હરરાજીથી ફાળવાયા, યાંત્રિક રાઇડ્સ અને આઇસક્રીમના સ્ટોલ્સની થશે આ તારીખે હરરાજી

  • August 10, 2023 01:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી પ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા રસરંગ લોકમેળાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા સિટી પ્રાંત-૧ અધિકારી કે.જી. ચૌધરી દ્વારા આજે ખાણીપીણીના ૩૨ સ્ટોલની હરરાજી કરીને ફાળવણી કરવામાં આવી હતી.


ખાણીપીણીના કોર્નરના ૩૨ પ્લોટ વિવિધ સ્ટોલધારકોને ફાળવ્યા

હરરાજી બાદ બી-૧ શ્રેણીના ખાણીપીણીના કોર્નરના ૩૨ પ્લોટ વિવિધ સ્ટોલધારકોને ફાળવી દેવાયા છે. આ સાથે તેઓએ ભરેલી એડવાન્સ રકમ તથા હરરાજીમાં આખરી થયેલી રકમ બાદ તફાવતની રકમ ભરવા માટે ૧૭મી ઓગસ્ટ સુધીની મુદ્દત આપવામાં આવી છે. આ ઉપરાંત આવતીકાલે ૧૦મી ઓગસ્ટે યાત્રિંક રાઇડસ્ તથા ૧૧મી ઓગસ્ટે આઇસક્રીમના સ્ટોલ્સની હરરાજી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application