દિલ્હી એરપોર્ટની ભૂલ રાજકોટ પર ભારે:સાંજની ફલાઇટ કેન્સલ થતાં 300 પેસેન્જરોને પરેશાની

  • December 07, 2023 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે દિલ્હીથી રાજકોટની એર ઇન્ડિયાની ફ્લાઈટ કેન્સલ થતાં 300 થી વધુ પેસેન્જર્સને પરેશાની ભોગવવી પડી હતી. દિલ્હીથી રાજકોટ સાંજે 7.20 ને ટેકઓફ થતી 403/404 ફ્લાઈટમાં ટેકનિકલ કારણસર દિલ્હી એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ રનવે પરથી પરત લાવી પડી હતી. છેવટે આ ફ્લાઈટની ગ્રાઉન્ડ કરી દેવામાં આવતા દિલ્હી થી રાજકોટ અને રાજકોટ થી દિલ્હી જઇ રહેલા 300 જેટલા પેસેન્જરોને રોકાઈ જવાનો વારો આવ્યો છે. જે મુસાફરોને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી હતી તેમને એર ઇન્ડિયા દ્વારા અમદાવાદ મોકલી આપવામાં આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર આ ફ્લાઈટ એક અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કેન્સલ થતી હોવાના લીધે અવારનવાર સ્ટાફ અને પેસેન્જર ને પરેશાની ભોગવવાનો વારો આવે છે. જાણવા મળ્યા મુજબ દિલ્હી એટીસી દ્વારા સમયસર આ ફ્લાઈટને સિગ્નલ મળતું ન હોવાથી રાજકોટ એરપોર્ટ પર આવતા સમયે લેટ થાય છે અથવા તો અહીં રાજકોટ એરપોર્ટ નો વોચ અવર્સ પૂરો થતો હોવાથી એરપોર્ટ ક્લોઝ થઈ જાય છે. એવી પણ વાત જાણવા મળી જતી દિલ્હી એરપોર્ટ પર ટ્રાફિક હોવાના લીધે તો ઘણી વખત રોટેશનમાં સમયસર ના આવતું હોવાથી અથવા તો ખરાબ હવામાન ના લીધે આ અસુવિધા ભોગવી પડે છે.


રાજકોટ એરપોર્ટ ના એટીસી વિભાગના કર્મચારીઓ અનેક વખત આ ફ્લાઈટ તેના સમય કરતા મોડી હોવા ના લીધે પેસેન્જરોને અગવડતા ન પડે 8:00 વાગે ક્લોઝિંગ ટાઈમ હોવા છતાં પણ 8:30 વાગ્યા સુધી એરપોર્ટ ખુલ્લુ રાખે છે. પરંતુ દિલ્હીની આ ફ્લાઈટ કેન્સલ થાય છે ત્યારે એર ઇન્ડિયાના કર્મચારીઓને દોડધામ કરવી પડે છે અને અહીં આવેલા પેસેન્જર્સને પણ રાજકોટ થી હિરાસર સુધીનો લાંબો ધક્કો ખાવો પડે છે. જ્યારે આ ફ્લાઈટ કેન્સલ થાય છે ત્યારે પેસેન્જર્સને અમદાવાદ પહોંચાડવા પડે છે અથવા તો રાજકોટની કોઈ હોટલમાં રોકાણ આપવું પડે છે અને જો પેસેન્જર ટિકિટ કેન્સલ કરે તો રિફંડ આપવાનો વારો આવે છે. આથી આ બાબતે ઓથોરિટી દ્વારા દિલ્હી એરપોર્ટની આ અંગે રજૂઆત કરીને આ ફ્લાઈટને નિયમિત સમયસર ટેકઓફ કરાવવા માટે માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application