પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક મોટી દુર્ઘટના બની છે. 28 જાન્યુઆરીએ મોડી રાત્રે સંગમ નોઝ પર થયેલી નાસભાગમાં 30થી વધુ લોકોના મોત થયા હોવાનું મેળા પ્રશાસને જાહેર કર્યું છે. આ દુર્ઘટનામાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધુ હોઈ શકે છે.
કેવી રીતે બની દુર્ઘટના?
મહાકુંભના ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં અખરા માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ ભીડના કારણે બેરિકેડ તૂટી ગયા અને લોકો સ્નાન કરી રહેલા લોકો પર પડી ગયા. જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 90 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા છે અને 60 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાંથી 25ની ઓળખ થઈ ગઈ છે, જ્યારે બાકીનાની ઓળખ હજુ ચાલુ છે. મૃતકોમાં 4 કર્ણાટકના, 1 આસામ અને 1 ગુજરાતના વ્યક્તિનો સમાવેશ થાય છે.
પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથનો શોક:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMજામ્યુકોની જન્મ-મરણ શાખામાં લોકોને પડતી હાલાકી નિવારવા માંગ
April 19, 2025 01:35 PMભાટીયામાં તંત્રના પાપે પાણી માટે વલખાં મારતા નગરજનો
April 19, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech