દિનેશ બાંભણિયા, ઢેલીબેન સાજણ, વિક્રમ અને ગંગા ઓડેદરા સહિત ૩૦ને વીવીઆઇપી સુરક્ષા નહીં મળે

  • December 24, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિનેશ બાંભણિયા, ઢેલીબેન સાજણ, વિક્રમ અને ગંગા ઓડેદરા સહિત ૩૦ને વીવીઆઇપી સુરક્ષા નહીં મળે
ગૃહ વિભાગનો નિર્ણય: ૧૨૯ની સુરક્ષા વ્યવસ્થા યથાવતઆજકાલ પ્રતિનિધિ
ગાંધીનગર
ગુજરાતના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, ચાર ન્યાયાધીશ, કેટલાક મહાનુભાવો, આંદોલનકારી આગેવાનો સહિત કુલ ત્રીસ જેટલા વીવીઆઈપીને અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો ગૃહ વિભાગે નિર્ણય કર્યેા છે. જયારે રાજયના ૧૨૯ જણાંની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. છ મહિને પોલીસ તત્રં અને ઇન્ટેલિજન્સ બ્યૂરો સાથેની સમીક્ષા બેઠકમાં સુરક્ષાને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે ૩૦ જેટલા વીઆઈપી ની સુરક્ષા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં આઇબી, પોલીસના રિપોર્ટના વીસ ધારાસભ્યોને સરકારે પૂરી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચવાનું નક્કી છે. એકાદ સાહમાં આ મહાનુભાવોની સુરક્ષા સેવામાં રહેલા જવાનો હેડકવાટર્સ ખાતે રિપોર્ટ કરશે.હજુ પણ નવ જેટલા વીઆઇપીની સુરક્ષા હવે રિવ્યૂ કરવામાં આવશે.
ધારાસભ્યો દિનેશ ઠાકોર ચાણસ્મા, સંજયસિંહ મહિડા–મહત્પધા, રમણ પાટકરઉમરગામ, શામજી ચૌહાણ–ચોટીલા, મોહન ઢોડિયા–મહત્પવા. અગ્રણીઓ: દિલીપ ત્રિવેદી (વિશ્વ હિન્દુ પરિષદ), રાકેશ પારેખ (વડોદરા), કલ્પેશ ગૌરવામી (કચ્છ), દિનેશ બાંભણિયા (ગાંધીનગર), ઢેલીબેન ઓડેદરા (પોરબંદર), સાજણ ઓડેદરા (પોરબંદર), વિક્રમ ઓડેદરા, જે.કે.ભટ્ટ, એ.કે. દૂબે, બી.એસ. ઉપાધ્યાય, ગંગા માલદે ઓડેદરા, અમિત શર્મા (અમદાવાદ).
સામાન્ય રીતે કોઇ ચોક્કસ સમૂહ કે વ્યકિત તરફથી જીવનો ખતરો હોવા સહિતના વિવિધ કારણોસર ગૃહ વિભાગ દ્રારા વિશ્લેષણ કરીને સુરક્ષા ફાળવવામાં આવે છે. કેટલાક વીવીઆઈપી પોતાના ખર્ચે સુરક્ષા કવચ હેઠળ રહેવાનું પસદં કરતા હોય છે, પરંતુ જનપ્રતિનિધિ, પૂર્વ જનપ્રતિનિધિ, કેટલાક ચોક્કસ સમૂહ કે સંસ્થાની કામગીરીને કારણે તેની સાથે સંકળાયેલા વડાંને ઘણી વખત જીવનું જોખમ હોય છે. કેટલાક કિસ્સામાં કોર્ટના આદેશોના પગલે આવી સ્થિતિમાં સરકાર દ્રારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હોય છે.
આ સુરક્ષાનુ સમયાંતરે એટલે કે દર છ મહિને તેની સમીક્ષા કરાતી હોય છે. ગાંધીનગરમાં ગૃહ વિભાગે પોલીસ અને આઇબીના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો, અન્ય મહાનુભાવો મળીને ૩૦ લોકોને ગૃહ વિભાગ દ્રારા અપાયેલી સુરક્ષા પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. ૩૦ જણાને હવે કોઇપણ સ્થિતિમાં જીવનું જોખમ જણાતું નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પર જ ખેંચવામાં આવી છે
રાજયના ગૃહ વિભાગ દ્રારા ૧૫૦થી વધુ વી વી આઈ પી ને સુરક્ષા યથાવત રાખવાના મુદ્દે મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી જેમાં ધારાસભ્ય અને અગ્રણીઓની એક સાહની અંદર સુરક્ષા હટાવવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.
ધારાસભ્ય દિનેશ ઠાકોર ચાણસ્મા, સંજયસિંહ મહિડા–મહત્પધા, રમણ પાટકરઉમરગામ, શામજી ચૌહાણ–ચોટીલા, મોહન ઢોડિયા–મહત્પવા. તેમજ અગ્રણી દિલીપ ત્રિવેદી (વિશ્વ હિન્દુ પરિષદ), રાકેશ પારેખ (વડોદરા), કલ્પેશ ગૌરવામી (કચ્છ), દિનેશ બાંભણિયા (ગાંધીનગર), ઢેલીબેન ઓડેદરા (પોરબંદર), સાજણ ઓડેદરા (પોરબંદર), વિક્રમ ઓડેદરા, જે.કે.ભટ્ટ, એ.કે. દૂબે, બી.એસ. ઉપાધ્યાય, ગંગા માલદે ઓડેદરા, અમિત શર્મા (અમદાવાદ)ની સુરક્ષા એક સાહમા હટાવી લેવાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application