તમિલનાડુમાં લઠ્ઠો પીવાથી 30નાં મોત

  • June 20, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠો પીવાથી 30 લોકોના મોત થયા છે અને 100 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે આ વાતની પુષ્ટિ કરી છે. મૃત્યુઆંક વધી શકે છે. કલ્લાકુરિચીના જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા. આ કેસમાં 49 વર્ષીય લઠ્ઠો વેચનાર કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા આશરે 200 લિટર લઠ્ઠાના પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ મિથેન છે.


મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, કલ્લાકુરિચીમાં ભેળસેળવાળો દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાત અને દુ:ખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.


દારૂમાં મિથેન ભેળવેલું હતું
સરકારે કહ્યું કે આ કેસ માં 49 વર્ષીય બુટલેગર કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા લગભગ 200 લિટર દેશી દારૂની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ’મિથેન’ છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે સીબીઆઈ, સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે.


કલેક્ટરની બદલી, એસપી સસ્પેન્ડ

સરકારે ઘટના બાદ કલ્લાકુરિચી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રવણ કુમાર જાટાવથની બદલી કરી હતી, જ્યારે પોલીસ અધિક્ષક સમય સિંહ મીનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અન્ય નવ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં કલ્લાકુરિચી જિલ્લાની પ્રોહિબિશન શાખાના લોકોનો પણ સમાવેશ થાય છે. સીએમ સ્ટાલિને અસરગ્રસ્ત પરિવારોને તમામ સહાય પૂરી પાડવા વરિષ્ઠ મંત્રીઓ ઇવી વેલુ અને એમએ સુબ્રમણ્યમને કલ્લાકુરિચી મોકલ્યા હતા.એમએસ પ્રશાંત અને રજત ચતુર્વેદીની અનુક્રમે કલ્લાકુરિચી જિલ્લાના નવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application