કરોડોનો વાર્ષિક પગાર, બોસ તરફથી કોઈ પ્રતિબંધ નહી અને કોઈ ટેન્શન પણ નહીં. જો કોઈને પણ આવી નોકરીની ઓફર કરવામાં આવે તો તે તરત જ હા પાડી દેશે. દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે આવી નોકરી કરવા માંગતો ન હોય અને તે પણ કરોડોના પગાર સાથે. પરંતુ એક નોકરી એવી પણ છે જે આ બધી સગવડો પૂરી પાડે છે, છતાં લોકોને તે નોકરી નથી જોઈતી. વાંચ્યા પછી મનમાં પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે એવી કઈ નોકરી છે? વાત છે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા બંદરના ફારોસ નામના ટાપુ પર સ્થિત એલેક્ઝાન્ડ્રિયાના લાઇટહાઉસના કીપરની નોકરી વિશે. આ દીવાદાંડીનું નામ પણ ‘ધ ફેરોસ ઓફ એલેક્ઝાન્ડ્રિયા’ છે. આ નોકરી માટે વાર્ષિક પગાર 30 કરોડ રૂપિયા છે.
લાઇટહાઉસ કીપરનું એકમાત્ર કામ આ લાઇટહાઉસની લાઇટ પર નજર રાખવાનું છે અને તેની લાઇટ ક્યારેય બંધ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. દિવસભર તે ગમે તે કામ કરી શકે છે, બસ આ દીવાદાંડીની લાઈટ હંમેશા ચાલુ રહેવી જોઈ.
આટલો પગાર અને તે પણ કોઈ પ્રતિબંધ વિના, આવી નોકરી કોને ન ગમે? પરંતુ હજુ પણ લોકો આ દીવાદાંડીના કીપરની નોકરી ઇચ્છતા નથી. વાસ્તવમાં આ નોકરીને દુનિયાની સૌથી મુશ્કેલ નોકરી માનવામાં આવે છે. કેમકે લાઇટહાઉસ કીપરે હંમેશા એકલા રહેવું પડે છે. અહીં તેની સાથે કોઈ રહેતું નથી અને ન તો તે દૂર સુધી કોઈ માણસ પણ નથી દેખાતા. દરિયાની વચ્ચોવચ આવેલ દીવાદાંડીને ઘણા દરિયાઈ તોફાનોનો સામનો કરવો પડે છે. ઘણીવાર દરિયાઈ મોજા એટલા ઊંચા ઉછળે કે તે આખી દીવાદાંડીને જ આવરી લે છે ત્યારે જીવનું જોખમ પણ રહે છે.
આ દીવાદાંડીના કીપરની નોકરી વિશે વાંચીને મનમાં પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે કે લાઇટ હંમેશા ચાલુ રાખવી જરૂરી કેમ છે? વાસ્તવમાં આ લાઇટહાઉસ દરિયામાંથી પસાર થતી બોટ/જહાજો સાથે અંધારામાં કોઈ અકસ્માત ન થાય તેના માટે બનાવવામાં આવ્યું હતું અને તેથી જ તેની લાઇટ હંમેશા ચાલુ રાખવી જરૂરી છે. એલેક્ઝાન્ડ્રિયાનું લાઇટહાઉસ વિશ્વનું પ્રથમ લાઇટહાઉસ હતું. આ પછી તેને જોઇને અન્ય લાઇટહાઉસ બનાવવામાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech