રાજકોટ : બાળકોમાંથી વિસરતી જતી દેશી રમતોને ફરી જીવતં કરવાના ઉદ્દેશ સાથે નવરગં નેચર કલબ રાજકોટના પ્રમુખ વી.ડી. બાલાના માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે શેરી રમતો રમાડવામાં આવી રહી છે. આ રમતો પૈકી પ્રમુખ વી.ડી. બાલાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫૨૬માં કુલ ૧૫૦ સ્કૂલોમાં જઇ ૩૦૦૦૦ બાળકોને દેશી રમતો (શેરી રમતો) વિનામૂલ્યે રમાડેલ હતી. જેમાં દેસી રમતો (શેરી રમતો)૫–જી યુગમાં વિધ્યાર્થીઓ મેદાનની દેસી રમતો થી દૂર થઈ ગયેલ છે, અત્યારે મોબાઈલમાં રમતો રમાય છે, ૩ વર્ષના બાળકોથી શરૂ કરી મોટી ઉંમરના લોકો મોબાઈલમાં જાત જાતની રમતો રમતા હોય છે, આવી મોબાઈલની રમતોથી બાળકોમાં હિંસક વૃતિ વધે છે. આ યુગમાં વિધ્યાર્થીઓમાં મોબાઈલની રમતો સિવાય માત્ર ક્રિકેટ રમવાનો ગજબનો શોખ હોય છે તેથી દેસી રમતો ઓછી રમાય છે. આવી ભૂલાતી જતી બિન ખર્ચાળ દેસી રમતો લોકભોગ્ય બને તે માટે જાન્યુઆરી ૨૦૧૬થી પ્રાથમિક શાળા નવરગં નેચર કલબ રાજકોટ અને હાઇસ્કૂલના બાળકોને ગામડે કે શહેરમાં જઈ સ્કૂલોમાં રમતો રમાડેલ, મે ૨૦૨૫૨૬માં કુલ ૧૫૦ સ્કૂલોમાં જઇ ૩૦૦૦૦ બાળકોને દેસી રમતો (શેરી રમતો) વિનામૂલ્યે રમાડેલ છે. વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૬ સુધી માં કુલ ૨૩૦૦૦૦ (બે લાખ ત્રીસ હજર) બાળકો ને શેરી રમતો રમાડેલ છે. બાળકો ને રમતો રમાડીયા પછી સ્થાનિક લોકો ના સહકાર થી ભરપૂર નાસ્તો (ગાજર, બીટ, ટામેટાં, કાકડી, જામફળ, બોર અને દાડમ) કરાવવામાં આવે છે. આવા નાસ્તાથી બાળકો ને પોષણ મળે છે અને જંકફડ ના પડીકાઓ થી દૂર થાય તેવો હેતુ હોય છે. નીચે મુજબ ની દેસી રમતો ગામડે જઈ હત્પં રમાંડુ છું. લંગડી, ખોખો, નારગોલ, દોરડા કુદ, આંધળો પાટો, છૂટ દડો, લીંબુ ચમચી, કોથડા દોડ, સંગીત ખુરશી, રેલ ગાડી, દોરડા ખેંચ, ધમાલિયો ધોકો, કબડી, કમાન્ડો બ્રિજ, સાંઢિયો–સાંઢિયો, ફુંક મારી ફગો ફોડવો, પૈડાં ફેરવવા, પૈડાંમાંથી પસાર થવું, લાંબી કુદ, ઐંચી કુદ, જુમખા, ત્રિપગી, દેડકા દોડ, વર્તુળનો રાજા, ગિલ્લ ી–દડો, ટપલી દાવ, ભમરડા (ગરિયો), મિનિ ઠેકામણી, ફેર–ફુદરડી, બિલ્લ ી પકડ, બેક રેસ મારો અનુભવ એમ કહે છે કે પ્રાથમિક શાળા ના બાળકો ને શેરી રમતો રમવી ખૂબ જ ગમે છે, જો પ્રાથમિક શાળા લેવલ થી જ મેદાની રમતોનું આયોજન કરવામાં આવે તો બાળકો મોબાઈલ થી તો દૂર થસે જ અને ખડતલ પણ થશે.
હત્પં વર્ષ ૨૦૧૬થી સ્કૂલોમાં જઈ વિનામૂલ્યે શેરીરમતો રમાડી મારા સમયનો સદુપયોગ કં છું. કોઈ સંસ્થાને આવી રમતો રામડવાની ઈચ્છા હોય તો વિનામૂલ્યે આ રમતો માટે વી. ડી. બાલા પ્રમુખ, નવરગં નેચર કલબ–રાજકોટ મો. ૯૪૨૭૫૬૩૮૯નો સંપર્ક કરવો.