સરકારે વચન આપી ફેરવી તોળ્યુંઃ નોકરી ન આપતા નર્મદાના ગોરા ગામના 3 યુવાન ધોમધખતા તડકામાં ટાવર પર ચડીને બેઠા

  • April 26, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં બેરોજગાર યુવનો અવારનવાર અનોખો વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આવો જ એક અનોખો વિરોધ નર્મદાના એકતાનગર ખાતે આવેલા ગોરા ગામે જોવા મળ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનાવતા પહેલાં સરકારે કટ ઓફ ડેટમાં નોકરી આપવાનું વચન આપ્યાનો ત્રણ યુવાને દાવો કર્યો છે. પરંતુ સરકારે નોકરી ન આપતા ત્રણેય બેરોજગાર યુવાનોએ ટાવર ચડી વિરોધ નોંધાવ્યો છે. 


મળતી માહિતી મુજબ, ગોરા ગામ પાસે નર્મદાના અસરગ્રસ્તોને નોકરી આપવાની સરકારે વાત કરી હતી. જોકે, હજુ સુધી નોકરી ન મળતા પાણસોલી વસાહતના પ્રવીણ રણછોડ, સીમડિયા, મહેશભાઈ અને બરોલી વસાહતના બાલુભાઈ ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કર્યું છે. આ લોકોનું કહેવું છે કે, 19 ગામોના અસરગ્રસ્તોને ગુજરાત સરકાર કટ-ઓફ ડેટમાં નોકરીનો લાભ નથી આપતી. અમને ગુજરાતને બદલે મધ્ય પ્રદેશમાં નોકરી આપવામાં આવી છે. વારંવાર અમે રાજ્ય સરકાર સાથે બેઠકો કરી પરંતુ, અમને ફક્ત લાભ આપવાનું આશ્વાસન આપી છેતરવામાં આવી રહ્યા છે. હવે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ટાવર પરથી નીચે નહીં ઉતરીએ. 


ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત સહિત દેશભરમાં ગરમી પોતાનો કહેર વર્તાવી રહી છે. એવામાં આ ત્રણેય યુવાનો કોઈ પાણી કે ખોરાક વિના ટાવર પર ચડી ગયા છે. આ સિવાય ધોમધખતા તાપમાં લોખંડના ટાવરને પકડીને ઊભું રહેવું પણ મુશ્કેલ છે. ભોજન-પાણીની ઉણપ અથવા જો કોઈ અકસ્માત થયો તો આ લોકોનો જીવ પણ જોખમમાં મૂકાઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application