લાલપુર બાયપાસ રોડ પર બાઇકમાં જોખમી સ્ટન્ટ કરનાર 3 ટાબરીયાની અટક

  • March 27, 2025 10:49 AM 

જામનગરની ટ્રાફિક શાખાએ શોધી કાઢ્યા: વાહનો ડીટેઇન કરી વાલીઓને સુચના આપી


જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે માર્ગ પર પરમદિને મોડી રાત્રે કેટલાક નબીરાઓના ટુ વ્હીલરમાં સ્ટંટ કરતા વીડિયો  સામે આવ્યા હતા, જે વીડિયોના આધારે જામનગરની ટ્રાફિક શાખાએ ત્રણેય વાહન ચાલકોને શોધી કાઢ્યા હતા, અને ત્રણેય સગીર વયના હોવાનું જાણવા મળ્યું હતું.


જામનગરના લાલપુર બાયપાસ રોડ પર બાઇક અને સ્કૂટર પર બેફામ સ્પીડે વાહન ચલાવીને સ્ટંટ કરી રહેલા બાઇકર્સનો પીછો કરીને એક કાર ચાલકે વિડિયો બનાવી લીધા બાદ શહેર ભરમાં વાયરલ થયો હતો, જે વિડિયો ના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તાત્કાલિક અસરથી આવા સ્ટંટ બાજોને શોધી કાઢવા માટેનો ટ્રાફિક શાખાને આદેશ કરાયો હતો.
 જેથી ટ્રાફિક શાખાના પી.આઈ. એમ.બી. ગજ્જર તેમજ ટ્રાફિક શાખાની ટુકડીએ વિડિયો નિહાળીને તેમાં એક વાહનના નંબર મેળવી લીધા હતા, અને આખરે ગઈ કાલે સાંજ સુધીમાં ત્રણેય વાહન ચાલકો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. જે ત્રણેય વાહનચાલકો જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.


જેમાં પોલીસે ત્રણેય વાહન ચાલકોને બોલાવતાં એક બાઈક ચાલક કે જેના બાઈક ના નંબર જીજે 10 સી.એચ. 0772 હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને તે બાઈકના ચાલકની તપાસ કરતાં તે માત્ર 15 વર્ષની વયનો હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેની સાથે અન્ય બે એક્સેસ સ્કૂટર ચાલકો કે જેમાં એકના નંબર જી.જે.-10 ડી.એલ. 1260 અને બીજા એક્સેસ સ્કૂટરના નંબર જીજે10ઇડી-7762 હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, અને બંને એક્સેસ સ્કૂટર પણ પોલીસ દ્વારા ડીટેઇન કરી લેવામાં આવ્યા હતા. અને તે બંને વાહનના ચાલકોની ઉંમર પણ માત્ર 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું.


ઉપરોક્ત ત્રણેય ટાબરીયાઓ કે જેઓ પુખ્ત વયના ન હોવા છતાં વાહન ચલાવતા હોવાનું અને ખાસ કરીને અન્ય લોકોની જિંદગી જોખમાય તેવા જોખમી પ્રકારના સ્ટંટ કરતા હોવાથી ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ત્રણેય સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે, અને ત્રણેય વાહનો ડીટેઇન કયર્િ હતા, તણવયના મોડી રાત્રે હાઇવે પર જોખમી સ્ટંટ કરતા હોય છે, જેથી તેના મા-બાપે પણ ચેતવાની ખૂબ જ જરૂર છે. અને પોલીસે ત્રણેય ટાબરીયાના વાલીઓનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application