સોમનાથ-ભાવનગર ફોર ટ્રેકનું અધૂરૂ કામ છતાં 63 કિમીમાં 3 ટોલનાકા

  • November 08, 2024 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જીલ્લ ામાંથી પસાર થતાં સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ફોર ટ્રેકના સોમનાથથી ઉના સુધીના હાઇવે ઉપર અનેક જગ્યાએ અધૂરા કામો હોવા છતાં તંત્ર દ્વારા 63 કી.મી.ના અંતરમાં ત્રણ ત્રણ ટોલ નાકા કાર્યરત કરી દેવાતા કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને કોડીનારના સામાજિક આગેવાનો દ્વારા આ અંગે સખત શબ્દોમાં વિરોધ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ સોમનાથથી ભાવનગર સુધીનો ફોર લેન હાઇવેનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોય નિયત સમય કરતાં ત્રણ ગણો સમય વિતી જવા છતાં આજે પણ અનેક ફલાઇઓવરો, બાયપાસો, સર્વિસ રોડ, સિક્યોરિટી દીવાલો, હાઇવે હોર્ડિંગો જેવા અનેક કામો અધૂરા હોવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા નિયમ વિરૂધ્ધ 63 કી.મી.ના હાઇવે ઉપર ત્રણ ત્રણ ટોલ નાકા ડારી, સુંદરપરા અને વેળવા ટોલ બુથ ઊભા કરી કાર્યરત કરી ભારે ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દીધું હોય 60 કી.મી.માં એક ટોલના નિયમ મુજબ એક ટોલ બુથ કરવા અને બાકીના ટોલ બુથને સત્વરે બંધ કરવા તેમજ જિલ્લ ાના વાહન ચાલકોને 50 ટકા ટોલ પાસની  સુવિધા અને ટોલ બુથના આજુબાજુના ગામોના વાહન ચાલકોને ફ્રી પાસ આપવા માંગણી કરવામાં આવી છે.


હાઇવે ઓથોરિટીના પાપે છાશવારે થતાં અકસ્માતો
સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે અધૂરા કામના પાપે કોડીનારથી મીતિયાજ ગામે તેમના સંબંધીને મળવા જતા એક પરિવારને હાઇવે ઉપર નેશનલ હાઇવેના એક ચાલુ કામના રોડ ઉપરના માટીના ઢગલા ઉપર અચાનક ઘુસી જતાં ગમખવાર ઘટના બનવા પામી છે. નેશનલ હાઇવેના અધિકારીઓના ધોર પાપે થયેલા આ અકસ્માતમાં સદભાગ્ય કોઈ જાનહાની થયેલ નથી પરંતુ વાહન ચાલકે આ અકસ્માત નેશનલ હાઇવે ઓથોરિટીને જવાબદાર ગણીને તેમની સામે એફ.આઇ.આર દાખલ કરવા ઉગ્ર રજૂઆતો કરી છે. આ અગાઉ માલ ગામ પાસે નેશનલ હાઇવેના ચાલુ કામના રોડ વચ્ચે પડેલા માટીના ઢગલામાં અથડાઈને એક મોટરસાયકલ સવારનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું ત્યારે હજુ પણ આ રોડ ઉપર અનેક જગ્યાએ કામ ચાલુ છે અને આ કામની જગ્યાએ ક્યાંય પણ ડ્રાઇવરજનના નિશાનો કે દિશા સૂચક બોર્ડ માયર્િ નથી પરિણામે વાહન ચાલકોના ગંભીર અકસ્માતોનો ભોગ બની રહ્યા છે.


હાઇવે ઓથોરિટી કેન્દ્રિય મંત્રીનું પણ માનતી ન હોવાનો ઘાટ
ગીરમાં આવતા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે એક વેરાવળ નજીક ડારી બીજું પણ વેરાવળ નજીકનું સુંદરપરા અને ત્રીજું કોડીનાર નજીક વેળવા પાસે ટોલનાકુ બન્યું હજુ હાઇવેનું કામ પણ અધૂરું છે ત્યાં જ મસમોટો ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેવાતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા કેન્દ્રીય વાહન વ્યવહાર અને રોડ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું હતું 60 કિલોમીટર પછી જ બીજું ટોલનાકુ હશે. સ્થાનિકોને રાહત મળશે પરંતુ ટોલ સંચાલકો દ્વારા આ બાબતની અવગણના થતી હોવાની લોકોમાં ચચર્િ જાગી છે. વર્તમાન સમયમાં ગીરમાં શરૂ થયેલા ટોલ સંદર્ભે લોકો કહી રહ્યા છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી સરકારનું પણ માનતી ન હોય તેવું લાગી રહ્યું છે અને મનસ્વી રીતે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે જેને કારણે સ્થાનિકોમાં અને પ્રવાસીઓમાં રોષ વ્યાપ્યો છે.

ટોલનાકા નજીકના ગામના લોકો માટે આર્થિક બોજ બન્યા
ટોલબુથથી માત્ર 200 મીટરના અંતરે રહેતા ગામના લોકોને પણ ટોલ ભરવો પડે અને તે પણ એક દિવસમાં ત્રણથી ચાર વખત તો સ્વાભાવિક છે આકરૂ લાગે. જિલ્લ ા મથકે પોતાના કામ સંદર્ભે વિવિધ કચેરીઓમાં જવાનું થાય ત્યારે એક દિવસમાં ઘણી વખત ગ્રામ્ય પ્રજાએ જવું પડતું હોય છે. સ્થાનિકો માટે માસિક પાસની વ્યવસ્થા પણ હજુ અહીંના ટોલનાકાઓ પર શરૂ કરી નથી. રોડ અધૂરા છે. અનેક ડાઈવર્ઝન પણ હજુ છે. હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. આમ છતાં ઝડપથી ટોલનાકાઓ ઉભા કરીને ટોલ ઉઘરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તેનાથી સ્થાનિક પ્રજા અને પ્રવાસીઓમાં પણ નારાજગી પ્રવર્તે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application