ક્રિસમસ પહેલા અમેરિકાની સ્કૂલમાં માતમ, ફાયરિંગમાં 3 વિદ્યાર્થીના મોત, ગોળીબાર કરનાર સગીર વિદ્યાર્થી પણ માર્યો ગયો

  • December 17, 2024 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાની એક શાળામાં ગોળીબારની ઘટનામાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી સહિત ત્રણ લોકોના મોત થયા છે. ગોળીબારની આ ઘટના વિસ્કોન્સિનના મેડિસનની એક ક્રિશ્ચિયન સ્કૂલમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર સગીર હતો અને તેનું પણ મોત થયું છે. વિસ્કોન્સિન પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા શૂટર ત્રણ લોકોમાં સામેલ હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.


શાળામાં 390 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
પોલીસે જણાવ્યું કે, ગોળીબારની ઘટનાને એક વિદ્યાર્થીએ અંજામ આપ્યો હતો. જ્યાં આ ઘટના બની તે ક્રિશ્ચિયન સ્કૂલમાં કિન્ડરગાર્ટનથી લઈને હાઈસ્કૂલ સુધીના 390 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અત્યારસુધીની તપાસમાં સામે આવ્યું છે કે, ફાયરિંગ કરનાર વિદ્યાર્થી પોતાની સાથે 9 એમએમની પિસ્તોલ લાવ્યો હતો. તેણે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું.


ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા
મેડિસન પોલીસ વડા શૉન બર્નિસે જણાવ્યું હતું કે, સવારે 10:57 વાગ્યે અમારા અધિકારીઓ મેડિસનની એબન્ડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં હુમલાના અહેવાલનો જવાબ આપી રહ્યા હતા. જ્યારે અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેઓને ગોળી વાગી ગયેલા ઘણા પીડિતો મળ્યા. અધિકારીઓએ ગોળીબાર માટે જવાબદાર માનવામાં આવતા મૃતક કિશોરને શોધી કાઢ્યો હતો. અમે જીવ બચાવવા ઘાયલોને હોસ્પિટલ મોકલવાનું શરૂ કર્યું હતું.


ગોળીબાર કરનાર પણ આ જ શાળાનો વિદ્યાર્થી છે
પોલીસ અધિકારીએ કહ્યું, 'સાચું કહું તો આ સમયે હું થોડો નિરાશ છું. ક્રિસમસની ખૂબ નજીક, દરેક બાળક, દરેક વ્યક્તિ જે આ બિલ્ડિંગમાં હતા તે હંમેશા તેને યાદ રાખશે. આવો આઘાત સહેલાઈથી જતો નથી. આપણે જાણવાની જરૂર છે કે ખરેખર શું થયું? આ સમયે હું મારા લોકો માટે ચિંતિત છું. અમે આખી શાળામાં સર્ચ કરી રહ્યા છીએ, દરેક વાહનની તપાસ કરી રહ્યા છીએ જેથી આગળ કોઈ ખતરો ન રહે. મને ખબર નથી કે તે છોકરો છે કે છોકરી પરંતુ પોલીસે તેમના હથિયારોમાંથી કોઈ ગોળી ચલાવી નથી. અમે માનીએ છીએ કે ગોળીબાર કરનાર આ શાળાનો વિદ્યાર્થી હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application