રાજકોટ શહેરમાં 80 ફૂટ રોડ ઉપર મોહનભાઇ સરવૈયા હોલના શોપિંગ સેન્ટરમાં આવેલ ખેતલા આપા પાન એન્ડ ટી-સ્ટોલ, સંતોષ પાન એન્ડ કોલ્ડડ્રિંક્સ તેમજ ડીલકસ પાન દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ ત્રણેય દુકાનો મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશથી સીલ કરવામાં આવી હતી.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સ્વચ્છતા ઝુંબેશ હેઠળ જાહેરમાં પાન ફાકી થૂંકતા 26 વ્યક્તિઓને સીસી ટીવી કેમેરાના માધ્યમથી ઝડપી ઇ મેમો ફટકાયર્િ હતા. જ્યારે 6.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું અને શહેરમાંથી વધુ 76.8 ટન કચરાનો નિકાલ કરાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે છેલ્લા બે દિવસમાં શહેરમાં કુલ 26 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા ઝડપી તેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ હતો. પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપ્યોગ કરતા બે દુકાનદારો ને સીસીટીવી કેમેરામાં ઝડપી લઇ રૂ.450નો દંડ કરેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા તા.2-12 તથા 3-12-2023 ના રોજ 2729 લોકેશન ચેક કરવામાં આવેલ, જેના માધ્યમથી કુલ 863 સફાઈ કામદારોનું સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જેમાં વોર્ડ નં. 11 નાં એક સફાઈ કામદાર જાહેરમાં કચરો ફેકતાં નજરે પડેલ જેને રૂ.250 દંડ ફટકારવામાં આવેલ હતો. તેમજ તા.2-12 તથા 3-12-2023 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 35 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જેતે વિસ્તારના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં નિવારણ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં વિધવા મહિલાને મકાન બનાવી આપી આશરો આપ્યો
July 15, 2024 01:00 PMવિસાવદર નવ હથા પીર દરગાહમાં ગેરકાયદેસર ગૌવંશ બાંધેલ મળ્ય
July 15, 2024 12:57 PMસોમનાથ મહાદેવ મંદિરે બાર એસો.ના વકીલો દ્વારા કરાયું ધ્વજારોહણ
July 15, 2024 12:56 PMગોંડલમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયાની તૈયારીને અંતિમ ઓપ
July 15, 2024 12:52 PMઘાંટવડમાં જંગલી જાનવરોનો ત્રાસ, 20 વીઘા શેરડીના ઉભા પાકને ઘમરોળી નાખ્યું
July 15, 2024 12:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech