કારમાં દારૂ છૂપાવવા ખાસ ચોરખાનું બનાવ્યું હતું: મધ્યપ્રદેશથી માલ લઇ જૂનાગઢ તરફ જતા હતાં: આગાઉ ત્રણ ખેપ લગાવી હતીઆજકાલ પ્રતિનિધિ–રાજકોટ
ગોંડલ તાલુકા પોલીસે કારના ચોરખાનામાંથી .૫૪,૪૦૦ ની કિંમતનો ૩૬૩ બોટલ દા સાથે જુનાગઢ પંથકના ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ .૨.૦૪ લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ આર.આર.સોલંકી તથા તેમની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે રીબડા પાસે હાઇવે પર ટીમ વોચમાં હતી દરિયાન માલધારી હોટલ પાસે એક શંકાસ્પદ કાર અટકાવી હતી.પોલીસે કારની તલાશી લેતા તેમાં ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોય જેમાં દાનો જથ્થો છુપાવ્યો હતો.પોલીસે કારના ચોરખાનામાંથી .૫૪,૪૦૦ ની કિંમતનો ૩૬૩ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દાના આ જથ્થા સાથે જહાંગીર અમીનભાઇ શેખ(ઉ.વ ૪૦ રહે. સુખનાથ ચોક,પ પીસોરીવાડા શેરી નં.૫ જૂનાગઢ), આનદં છગનભાઇ સરવૈયા(ઉ.વ ૩૫ રહે. ઉપરકોટ,જૂનાગઢ) અને નરેશ હિરાભાઇ નાગદેવ(ઉ.વ ૩૩ રહે. ટીંબાવાડી સારથી એપાર્ટમેન્ટ,જુનાગઢ) ને ઝડપી લીધા હતાં. પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત કુલ . ૨,૦૪,૫૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.ઝડપાયેલા આ શખસોની પુછતાછ કરતા આરોપીઓ મધ્યપ્રદેશથી દાનો જથ્થો લાવ્યા હતાં અને જુનાગઢ તરફ જઇ રહ્યા હતાં.પોલીસે જણાવ્યું હતું કે,આરોપી જહાંગીર અગાઉ હત્યા અને દાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.તે આ પ્રકારે આગાઉ ત્રણ વખત દાની ખેપ મારી લગાવી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. ધર્મેદ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ વાળા, પકભાઇ બોહરા, કોન્સ. રવિરાજસિંહ વાળા, રણજીતભાઇ ધાધલ, સંજયભાઇ મકવાણા અને રાજેન્દ્રસિંહ ગોહિલ સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application94 કરોડના ખર્ચે જામનગર-સમાણા ફુલનાથ હાઇ-વે પહોળો કરાશે
November 25, 2024 01:50 PMદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech